જેસરનાં મોરચુપણાં ગામના ખેડૂત સોમભાઇ મોભે ૧૦ વીઘામાં બાજરીની સાથે અન્ય મૂલ્યવર્ધિત પાકોનું વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે બન્યાં દાખલારૂપ
જેસરનાં મોરચુપણાં ગામના ખેડૂત સોમભાઇ મોભે ૧૦ વીઘામાં બાજરીની સાથે અન્ય મૂલ્યવર્ધિત પાકોનું વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે બન્યાં દાખલારૂપ
👉ઝીરો બજેટ ખેતી કરવાથી ઉત્પાદન વધ્યું અને ખર્ચ ઘટ્યો : ખેડૂત સોમભાઇ મોભ
👉ખેડૂતોના ગુરૂ સોમભાઇ, ૧૦૦ થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યાં
👉 પ્રાકૃતિક ખેતી થકી સોમભાઇ પરિવારના સભ્યોની તંદુરસ્તી જાળવવાની સાથે જમીનને બંજર થતી અટકાવવાનું કામ ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યાં છે
👉 પ્રાકૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ માન.રાજ્યપાલશ્રીએ ખેડૂત સોમભાઇ મોભને વર્ષ ૨૦૨૦-૨૧મા સન્માનિત કર્યા હતાં
આજના સમયમાં કેમિકલયુકત ખેતીથી થતા નુકસાનની સામે પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધતું જાય છે ત્યારે જેસર તાલુકાનાં મોરચુપણાં ગામના ખેડૂત સોમભાઇ મોભ ભાવનગરના અન્ય ખેડૂતો માટે દાખલારૂપ કામગીરી કરી રહ્યા છે. તેઓ ન માત્ર પ્રાકૃતિક ખેતી કરે છે, પરંતુ ઉત્પાદીત પાકોનું મૂલ્યવર્ધન કરીને આવક મેળવીને અન્ય ખેડૂતો માટે નવી રાહ ચિંધી રહ્યા છે. સોમભાઇએ ચાલુ વર્ષે ૧૦ વીઘામાં બાજરીની સાથે અન્ય મૂલ્યવર્ધિત પાકોનું વાવેતર કરીને પરિવારના સભ્યોની તંદુરસ્તી જાળવવાની સાથે જમીનને બંજર થતી અટકાવવાનું કામ તેઓ ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યાં છે.
સોમભાઇ જણાવે છે કે, તે છેલ્લા ૬ વર્ષથી ઝીરો બજેટથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે બાજરાની સાથે મગનું પણ વાવેતર કર્યું છે. બાજરી મુખ્યત્વે ધાન્ય પાક છે અને પોષકતત્વોની દ્રષ્ટીએ પણ એક ઉતમ પાક છે. બાજરી આરોગ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. આ ઉપરાંત મારા ખેતરમાં મે જંગલ મોડલ બનાવ્યું છે જેમાં લીંબુ,સરઘવો, જમરૂખ, કેળ સહિત વિવિધ મિશ્ર પાકોનું વાવેતર કરીને હું સારી એવી આવક મેળવી રહ્યો છું.
પ્રાકૃતિક ખેતી કરતાં સોમભાઇ મોભે ATMA પ્રોજેક્ટ સાથે સંકળાઇને આખા ગુજરાતમાં વિવિધ સ્થળે આઠ થી દસ જેટલી તાલીમ પ્રાપ્ત કરીને મોરચુપણાં ગામે અવનવા પાકનું સફળ ઉત્પાદન કરી રહ્યા છે. તેઓ જેસર તાલુકાનાં માસ્ટર ટ્રેનર તરીકે સેવા આપે છે જેસર સહિતના વિવિધ ગામોમાં તેઓ પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન-તાલીમ આપી રહ્યા છે. તેઓ જણાવે છે કે, આજના સમયમાં ખેતીમાં જતુંનાશક દવા તથા રાસાયણિક ખાતરનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે ખેડૂતોને ઉત્પાદન સામે મોટો ખર્ચ ચૂકવવો પડે છે.રાસાયણિક ખેતીના કારણે ખેડૂતોને ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે.
ગુજરાતમાં મુખ્યમં ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સઘન પ્રયાસોથી આજે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. સરકારશ્રીએ પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે તાલીમ અને સહાયની પણ જોગવાઇ કરી છે. વ્યાપક સ્તરે રાજ્યમાં ખેડૂતો વચ્ચે પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે અમારા જેસર તાલુકામાં ૧૦૦ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થયાં છે. તેમજ આવનાર સમયમાં ભાવનગર જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર થાય તે દિશાના પ્રયાસો અમે કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અપનાવવા તેમજ અન્ય લોકોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ-માર્ગદર્શન આપવા બદલ વર્ષ ૨૦૨૦-૨૧મા માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે ખેડૂત સોમભાઇ મોભને સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.