વિસાવદર કોર્ટમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીકરવામાં આવી - At This Time

વિસાવદર કોર્ટમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીકરવામાં આવી


વિસાવદરતા.૨૬મી જાન્યુઆરીના રોજ વિસાવદર પ્રિન્સીપાલ સિવિલ જજ એસ.એસ. ત્રિવેદી સાહેબના હસ્તે કોર્ટ પટાંગણમાં ધ્વજવંદનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી અને ધ્વજવંદન બાદ ન્યાયમૂર્તિશ્રી ત્રિવેદી સાહેબ દ્વારા ભારતીય બંધારણની વિવિધ જોગવાઈઓ અને નાગરિકોના અધિકારો અને ફરજો વિશે સમજ આપેલ હતી અને લોકો માટે લોકો વડે લોકોથી ચાલતા બંધારણમાં નાગરિકોના જે અધિકારો છે તેની સમજ આપેલ હતી અને બંધારણ મુજબ લોકોની પણ ફરજો શુ છે તે સમજાવેલ અને હાજર રહેલા તમામ વ્યક્તિઓ ને સ્વચ્છતા જાળવવા કાયદાનું પાલન કરવા તથા વ્યસન છોડવા અને બીજાને પણ વ્યસન છોડાવવા અપીલ કરેલ હતી અને વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવા માહિતીગાર કરેલ હતા.
આ તકે પ્રજાસત્તાક પર્વની તમામ વકીલો તથા સ્ટાફને શુભેચ્છાઓ આપેલ હતી.આ પ્રસંગે વિસાવદર બાર એસોસિએશનના યુવા પ્રમુખ કમલેશભાઈ જોશીએ હાજર રહેલા તમામનું શાબ્દિક સ્વાગત કરેલ હતું જ્યારે સિનિયર એડવોકેટ ભાસ્કરભાઈ જોશીએ પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવેલ હતું.આ પ્રસંગે બાર એસોસિએશનના સભ્યો રાજુભાઇ દવે,નયનભાઇ જોશી,એ.બી.દુધરેજીયા,વિજય જેઠવા, યુ.બી.દાહીમાં,શરદભાઈ જોશી સહિતના તમામ બાર એસોસિએશનના સભ્યો તથા વિસાવદર કોર્ટના સુપ્રરિટેન્ડન્ટ પી.પી.પાણેરી તથા કોર્ટ સ્ટાફ ભાઈઓ તથા બહેનો તથા શહેરીજનોએ ઉપસ્થિત રહી આ પ્રજાસત્તાક દિનના પર્વને સફળ બનાવ્યો હતો

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.