*આજથી પ્રારંભ થતી એસ.એસ.સી તથા એચ.એસ.સીની પરીક્ષાર્થી ઓ ને કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ* - At This Time

*આજથી પ્રારંભ થતી એસ.એસ.સી તથા એચ.એસ.સીની પરીક્ષાર્થી ઓ ને કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ*


*આજથી પ્રારંભ થતી એસ.એસ.સી તથા એચ.એસ.સીની પરીક્ષાર્થી ઓ ને કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*

ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજરોજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે જૈનાચાર્ય આનંદઘનપુરી વિદ્યાલય હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ વિદ્યાર્થીઓને સાકર, પુષ્ય અને ત્રિલક કરી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે તમે જે મહેનત અને પ્રયત્નો કર્યા છે, તે ચોક્કસપણે તમારા પરિણામોમાં દેખાશે. આ પરીક્ષા તો માત્ર એક મુકાબલો છે. તમે જરાય ડરશો નહીં. પરીક્ષામા બધું જ આવડશે અને સાચું લખીને પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીશ તેવો આત્મવિશ્વાસ તમારા મનમાં હંમેશા રાખજો.બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપે તેવી શુભકામના પાઠવું છું. ઉપરાંત વિધાર્થીઓને કઈ અગવડતા ન રહે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા દરમ્યાન સતત વીજપુરવઠો જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા, પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોંગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ અવસરે પ્રમુખશ્રી સી સી શેઠ,ચિફ કમિશ્નરશ્રી અતુલભાઇ દીક્ષિત ભારત સ્કાઉટ ગાઈડ સંઘ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી, મંત્રીશ્રી મધુકર ખમાર,આચાર્યશ્રી દિનેશ પ્રજાપતિ,સુપરવાઇઝરશ્રી પ્રદીપ દેસાઈ સહિત શાળાના શિક્ષકશ્રી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image