આજે સિહોર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક જપ્તી કરવા આવતા વેપારીમાં રોષ . ચીફ ઓફિસરની દાદાગીરી સામે આવી
સિહોર નગરપાલિકા દ્વારા સિહોર ના ચોક્કસ એક જ વહેપારી પર ત્રાટકી મીર માર્યો હોય તેમ પ્લાસ્ટિક જપ્તી કરવામાં આવતા વહેપારીઓ રોષે ભરાયા હતા
નવનિયુક્ત ભાજપ પ્રમુખ નીલેશ જાની ને જાણ થતાં વહેપારીઓ ની વહારે આવ્યા
વારંવાર માત્ર એક વહેપારી ને ટાર્ગેટ કરી પ્લાસ્ટિક પકડવામાં આવતું હોય ત્યારે બીજા વહેપારીઓ આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો અને પ્લાસ્ટિક જપ્તી કાર્યવાહી બંધ રાખવી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર સિહોર નગરપાલિકા દ્વારા બસસ્ટેન્ડ ના ઢાળ માં આવેલ એક દુકાનમાં પ્લાસ્ટિક જપ્તી માટે ગયા હતા અને કહેવાય છે કે આ દુકાન ને માત્ર ટાર્ગેટ બનાવવામાં આવે છે ત્યારે નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ જાની,મહામંત્રી ઘનશ્યામભાઈ પરમાર,કિશનભાઈ ત્રિવેદી,હેડલીશાહ સહિત સ્થળ પર દોડી ગયા હતા અને પરિસ્થિતિ નો તાગ મેળવતા માલૂમ પડ્યું હતું કે નગરપાલિકા દ્વારા માત્ર આ એક દુકાન ને ત્રીજી વખત ટાર્ગેટ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપવા પહોંચી ગઈ હતી ત્યારે વહેપારીઓ દ્વારા રોષ ઠાલવ્યો હતો ત્યારે અહેવાનો દ્વારા મધ્યસ્થી કરી આ કામગીરી પર રોક લગાવી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
