જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું:પૂર અને ભૂસ્ખલનના લીધે 3 લોકોનાં મોત, 100 લોકોનું રેસ્ક્યૂ કરાયું; શ્રીનગર હાઈવે બંધ
જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. રવિવારે સવારે રામબન જિલ્લાના સેરી બાગના વિસ્તારમાં વરસાદ પછી વાદળ ફાટવાથી ત્રણ લોકોનાં મોત થયા હતા. પોલીસે લગભગ 100 લોકોને બચાવ્યા. સૂત્રોએ જણાવ્યું હતું કે વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું હતું. પર્વત પરથી કાટમાળ ગામ તરફ આવ્યો, જે ઘણા ઘરમાં જતો રહ્યો છે, હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. બીજી તરફ, રામબન જિલ્લાના બનિહાલ વિસ્તારમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. આ કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. સેંકડો વાહનો ફસાયેલા છે. કિશ્તવાર-પદ્દર રસ્તો પણ બંધ છે. અહીં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હવામાન સાફ થયા પછી જ અધિકારીઓએ હાઇવે પર મુસાફરી કરવાની અપીલ કરી છે. ભૂસ્ખલનના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં પર્વત પરથી કાટમાળ પડતો જોઈ શકાય છે. કેટલાક વિસ્તારોમાં, પર્વતનો કાટમાળ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયો છે. એક વીડિયોમાં, ત્રણ-ચાર ટેન્કર અને કેટલાક અન્ય વાહનો કાટમાળ નીચે સંપૂર્ણપણે દટાયેલા જોવા મળે છે. આ ઉપરાંત, હોટલ અને ઘરો પણ કાટમાળથી પ્રભાવિત થયા હોય તેવું લાગે છે. જમ્મુ અને કાશ્મીરમાં થયેલા વિનાશની તસવીરો... ધરમકુંડમાંથી 100 લોકોને બહાર કાઢવામાં આવ્યા રામબન જિલ્લામાં ચેનાબ નદી પાસે આવેલા ધર્મકુંડ ગામમાં ભૂસ્ખલન થયું છે. 10 ઘર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા, 25-30 ઘરને પણ નુકસાન થયું. ધર્મકુંડ પોલીસે લગભગ 90-100 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું - વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છીએ કેન્દ્રીય મંત્રી અને ઉધમપુરના ભાજપ સાંસદ ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે રામબન અને આસપાસના વિસ્તારોમાં ઘણી જગ્યાએ ભારે કરા, ભારે પવન અને ભૂસ્ખલન થયું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હાલમાં બંધ છે અને વહીવટીતંત્ર રાહત કાર્યમાં રોકાયેલું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેઓ ડેપ્યુટી કમિશનર બસીર-ઉલ-હક ચૌધરી સાથે સતત સંપર્કમાં છે અને બચાવ કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્રની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે અને જો જરૂર પડશે તો તેઓ વ્યક્તિગત સંસાધનોથી પણ મદદ કરશે. ભૂસ્ખલનના 4 પ્રકાર છે... આ સમાચાર પણ વાંચો... જમ્મુ-કાશ્મીર, દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા:અફઘાનિસ્તાન 5.8ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, પાકિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા; લોકો ભયભીત અફઘાનિસ્તાનમાં શનિવારે બપોરે 12:17 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ તરફ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને દેશના ઉત્તરીય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન અને તઝાકિસ્તાનના સરહદી વિસ્તારમાં હતું. પીએમડી ઇસ્લામાબાદ અનુસાર, ભૂકંપની ઊંડાઈ 94 કિલોમીટર હતી. ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. આ સંપુર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો... ભાસ્કર એક્સપ્લેનર: ભૂસ્ખલન શું છે, શા માટે થાય છે:200 લોકો દટાયા, વાયનાડમાં ભયાનક વિનાશ પાછળ કયાં કારણો જવાબદાર? કેરળના વાયનાડમાં 29મી જુલાઈની મોડી રાત્રે અચાનક જોરદાર અવાજ સાથે ખડકો અને જમીન ધસવા લાગી અને કાટમાળ પડવા લાગ્યો. મુંડક્કઈ, ચુરલમાલા, અટ્ટામાલા અને નૂલપુઝા ગામો ઝપેટમાં આવી ગયા. મકાનો, પુલ, રસ્તા અને વાહનો વહી ગયા. ભારે વરસાદ વચ્ચે થયેલા આ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 31 જુલાઈ સુધીમાં 184 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 170થી વધુ લોકો હજુ પણ લાપતા છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જણાવ્યું કે કેરળ સરકારને એક સપ્તાહ પહેલા જ એલર્ટ કરવામાં આવી હતી. આ સંપુર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
