સંતરામપુર નગરમાં સીધી સમાજ દ્વારા ચેટીચાદ ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ - At This Time

સંતરામપુર નગરમાં સીધી સમાજ દ્વારા ચેટીચાદ ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ


સંતરામપુર નગરમાં આવેલ ભગવાન ઝુલેલાલ નાં મંદિરે સીધી સમાજ નાં સૌ ભાઈ બહેનો વડીલો યુવાનો યુવતીઓ બાળકો એ સવારે જ ઈને ભગવાન ઝુલેલાલ નાં દશૅન કરીને ધન્યતા અનુભવેલ ને સૌએ એકબીજાને ચેટીચંદ પવૅની શુભેચ્છાઓ પાઠવી ખુશી વ્યક્ત કરી હતી.
આ ધાર્મિક ઉત્સવ ની ઉજવણી પ્રસંગે સંતરામપુર નગરના ને તાલુકાના ને કડાણા તાલુકાના સૌ સીધી સમાજ દ્વારા સંતરામપુર ભગવાન ઝુલેલાલ નાં મંદિરે થી ભગવાન ઝુલેલાલ ની ભવ્ય શોભાયાત્રા ડીજે સાથે કાઢવામાં આવી હતી.જે આ શોભાયાત્રા નગરના વિવિધ માગૉ પર નીકળેલી.આ શોભાયાત્રા માં વિશાળ સંખ્યામાં સીધી સમાજ ના સૌ કોઈ ઉમંગભેર જોડાયા હતા.અને ઉત્સાહભેર ને આનંદમય ને ધાર્મિકમય વાતાવરણમાં પવૅની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image