ઊંઝાના ભુણાવ ગામમાં આવેલ પ્રાથમિક શાળાના આચાર્યની બેદરકારી સામે આવી તેમજ નાના બાળકો રીપેરીંગ થતા રૂમમાં બેસી અભ્યાસ કરવા પર મજબુર બન્યા.ગ્રામજનો રોષે ભરાયા.જર્જરિત રૂમો રીપેરીંગ કરવામાં આવી રહ્યા છે ક્યાં સુધી ટકશે આવા રૂમો ? ભણશે ગુજરાતના સૂત્રમાં ભુણાવના બાળકો ઉપર જોખમની તલવાર લટકી રહી છે
ઊંઝાના ભુણાવ ગામમાં આવેલ પ્રાથમિક શાળાના આચાર્યની બેદરકારી સામે આવી તેમજ નાના બાળકો રીપેરીંગ થતા રૂમમાં બેસી અભ્યાસ કરવા પર મજબુર બન્યા હતા જેમાં ગ્રામજનો રોષે ભરાયા છે.
ઊંઝા તાલુકાના ભુણાવ ગામમાં આવેલ અનુપમ પ્રાથમિક શાળામાં છેલ્લા ગણા સમયથી રીપેરીંગનુ કામ ચાલુ છે.શાળાના વેકેશન દરમ્યાન પણ રીપેરીંગની કામગીરી ચાલુ હતી.જેમાં વેકેશન પૂરું થયા બાદ શાળામાં અભ્યાસ ચાલુ થઇ ગયો છે. પરંતુ રીપેરીંગ કામ પૂર્ણ થયુ નથી.જેના કારણે ભુણાવ ગામમાંથી અભ્યાસ કરવા આવતા આશરે 300 થી વધારે બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી સર્જાઈ છે.
ભુણાવ ગામના ગ્રામજનો દ્વવારા શાળાની અચાનક મુલાકાત લેતા શાળામાં નાના બાળકોને જે રીપેરીંગ કામ ચાલુ હતું.એવા રૂમોમાં અભ્યાસ કરવા બેસાડવામાં આવ્યા હતા.જયારે આચાર્યને પૂછતાં કહ્યું હતું કે શાળામાં બીજી કોઈ સુવિધાઓ નથી જેના કારણે બાળકોને બેસડવામાં આવ્યા છે.
વધુમાં વાત કરવામાં આવે તો ભુણાવ ગામના ગ્રામજનો દ્વવારા હોબાળો કરવામાં આવ્યો હતો. અને ગ્રામજનોએ કહ્યું હતું કે ભુણાવ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ગણા વર્ષાથી પતરાવાળા રૂમ હોવાથી બાળકોને તકલીફો પડી રહી છે.અને આશરે 60 વર્ષ પહેલાના રૂમો બનાવેલ છે.જે જર્જરિત હાલતમાં છે.અને દીવાલો અને બીજો કાટમાળ નીચે પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જેના કારણે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સરકારમાં શિક્ષણ માટે મહત્વ આપવામાં આવ્યું છે.પરંતુ નીચે કક્ષાએ કોઈ અધિકારીઓ કે તંત્ર ધ્યાન દોરતું નથી.જેના કારણે કોઈ આકસ્મિક દુર્ઘટના બને તો કોણ જવાબદાર રહશે.નાના બાળકોને ખુલ્લામાં અને રીપેરીંગ કરતા રૂમમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.ત્યારે ગ્રામજનોએ એક જ માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે જે રીપેરીંગ કામ થઇ રહ્યું છે એ બંધ કરવામાં આવે અને પતરા વાળા રૂમો જે ડેમેજ છે એ પાડી દેવામાં આવે અને શાળામાં નવું બિલ્ડીંગ તૈયાર કરી આપવામાં આવે અને તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી પ્રબળ માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે ભુણાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભણતરમાં તકલીફો પડી રહી છે.અને બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે.હાલમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમાં બે પાળી કરવામાં આવી છે.આવી અસહ્ય ગરમીમાં નાના બાળકો ગરમીમાં અભ્યાસ કરવા પર મજબૂર બન્યા છે.તેમજ જે રૂમો તોડી પાડવામાં આવ્યા છે એ રીપેરીંગ કામ પૂર્ણ ન થાય ત્યા સુધી બાજુમાં આવેલ સંસ્થા બાળકોને સગવડ કરી આપવામાં તો હાલની સમસ્યા ઉપર સમાધાન થઇ શકે એમ છે.
9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.