મૃદુહદય પ્રજા ની પીડા પારખું. રાજવી કવિ કલાપી ની વિરાસત જાળવી રાખવા રાજ્ય સરકાર માં જેનીબેન ઠુંમરે રજુઆત કરી
લાઠી ના મૃદુહદય ના રાજવી કવિ કલાપી ના અમૂલ્ય વારસા ની જાળવણી કરવી જરૂરી જેમની પંક્તિ ઓ રૈયત ની પીડા વ્યક્ત કરતી હોય ધરા થઈ રસ વહીન નૃપ થયો દયા વહીન કરોડો લોકો ના હદય માં અદબ થી યાદ કરતા રાજવી કવિ કલાપી એ જ્યાં બેચી અનેક કાવ્યો રચ્યા તે ઐતિહાસિક ધરોહર ની અવદશા અંગે ખૂબ ચિંતા સાથે ગુજરાત મહિલા કોંગ્રેસ અગ્રણી જેનીબેન ઠુમરે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ વિગતે રજુઆત કરી લાઠી શહેર ખાતે આવેલ કવિ કલાપીના ઐતિહાસિક વારસાઇ ની જાળવણી કરવી જરૂરી
અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાનું લાઠી શહેર પ્રસિધ્ધ કવિ કલાપીની યાદો સાથે અમરેલી જિલ્લામાં નહી પરંતુ ગુજરાતમાં અવ્વલ નંબરનું ઐતિહાસિક વારસા સાથે અસ્તિત્વમાં છે. કવિ કલાપી એ ગુજરાતનાં સાહિત્ય જગત અને સામાજીક સમરષતાનું અદ્વિત્ય સ્થાનક છે. ત્યારે આ લાઠી શહેરમાં કવિ કલાપીના સાહિત્ય વારસાને અને સામાજીક વિરાસતને જાળવવું ઘણુંજ ભવિષ્યના ઇતિહાસ માટે જરૂરી છે. વર્તમાન સરકારે અમરેલી જિલ્લામાં ગાયકવાડી વિરાસતને જાળવવા અમરેલી શહેરના રાજમહેલ ને સાચવવા માતબર રકમ ફાળવીને આ ગાયકવાડી વિરાસતને ઐતિહાસિક વારસ તરીકે જાળવવાનું કામ કરી રહી છે જે આવકાર દાયક છે તેવીજ બાબત જરૂરી કાળજી કવિ કલાપીના ગોહિલવાડના વારસાઇ મહેલને બચાવવા કોઇ કાર્યવાહી કરવી જરૂરી છે. આ સરકાર સાંસ્કૃતિક વિરાસત માટે કામ કરી રહી છે તે માટે વિષેશ આનંદ રહેશે. કવિ કલાપીનો વારસો આપણી વારસાઇ ધરોહર સમો છે, સેન્ટ્રલ ગર્વમેન્ટ આર્કોયોલોજી વિભાગમાં પણ આ ઐતિહાસિક વારસો જાળવી શકે તેવી સાંસકૃતિક વિરાસત ધરાવે છે. ત્યારે આપને મારી નમ્ર વિનંતી સહ માંગણી છે કે, કવિ કલાપીનું ઐતિહાસિક મહત્વ અને વિરાસતને જાળવવા માટે આપના લેવલેથી કાર્યવાહી થાય તેવી મારી માંગણી છે. કવિ કલાપીના જ શબ્દોમાં કહીએ તો "દયા હિન થયો નૃપ, રસ હિન થઈ ધરા- એ ઉક્તિને આપ સમજીને સાર્થક કરી આપશો તેવી મારી લાગણીને ધ્યાને લઈ ઐતિહાસિક વારસાઇ જાળવવા માટે અમરેલી જિલ્લામાં સૌથી મહત્વ અને અગત્યનું સ્થળ એટેલ કવિ કલાપી નગરી છે ત્યારે આપ આ સંદર્ભે હકારાત્મક વણલ અપનાવી આ વારસાઇને જાળવવા અગ્રેસર થશો તેવી આશા સાથે રજુઆત કરતા જેનીબેન ઠુંમર
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
