“રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે હિંમતનગર નગરપાલીકા દ્રારા બાઇક રેલી યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નગરપાલિકા દ્રારા હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં અને નગરાપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલી હિંમતનગરના મહાવીરનગરના વિવિધ વિસ્તારોમાં ફરીને મોતીપુરા ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” ના શપથ લેવાયા હતા.
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી વર્ષમાં આઝાદી માટે બલીદાન આપનાર શહિદોને ખાસ શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે. ત્યારે ૩૧ મી ઓક્ટોબર દેશભરમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આઝાદ ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલે જુદા-જુદા રજવાડાઓ અને રાજ્યોને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવાની શરૂઆત ભારત સરકાર દ્વારા ૨૦૧૪માં કરવામાં આવી હતી.
આ પ્રસંગે હિંમતનગર મામલતદારશ્રી અંકિતભાઇ, નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી નવનીતભાઇ પટેલ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી મહેશભાઇ ચૌધરી,પ્રાંત યુવા વિકાસ અધિકારી રાકેશભાઇ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ બાઇક રેલીમાં ભાગ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.