નેત્રંગ તાલુકામાં ઠેર ઠેર ૭૪માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલલાસથી ઉજવણી કરવામાં આવી.
નેત્રંગ તાલુકામાં ઠેર ઠેર ૭૪માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલલાસથી ઉજવણી કરવામાં આવી.
નેત્રંગ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાકડકુઇ ખાતે ઉજવણી કરવામાં આવી. નેત્રંગ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર અનિલભાઈ એસ. વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. માધવ વિદ્યાપીઠ કાકડકુઇના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ, કસરતના દાવ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે નેત્રંગ તાલુકાના માધવ વિદ્યાપીઠ કાકડકુઇના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં દેશભક્તિ ગીત, વિવિધ નૃત્યો, અંગ કસરતના દાવ રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આ પ્રસંગે નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ચુડાસમા, તાલુકા વિકાસ અધિકારી રફિકભાઈ મલેક, નાયબ મામલતદાર શૈલેષભાઈ વસાવા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.યુ.ઘાંચી, ટી.પી.ઓ. સુરેશભાઈ વસાવા, ધનજીભાઈ ઝડફીયા સામજિક કાર્યકર નવીનભાઈ મિસ્ત્રી, વિજયસિંહ સુતરીયા, ઉર્મિલાબેન દલુભાઈ વસાવા, નેત્રંગ તાલુકા મહામંત્રી ભાજપ નિર્મલભાઇ દોશી, સંકેતભાઈ પંચાલ સહીત અન્ય આગેવાનો,શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે નેત્રંગ ગાંધી બજાર ખાતે આવેલ પ્રાથમિક કુમાર કન્યા શાળા ખાતે પણ શાળાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને હાલમાં આ જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દિવ્યાબેન રાજ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમજ નેત્રંગ તાલુકા વન વિભાગ કચેરી ખાતે પણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.યુ.ઘાંચીએ ધ્વજવંદન કર્યું
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.