વિશ્વ મહિલા દિવસ ૨૦૨૫"ની બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ કરશે ખાસ ઉજવણી; તા:-8-3-25 ના રોજ સમયે 12:01 A.M.થી 11:59 P.M. કલાક સુધી સમગ્ર દિવસ દરમિયાન જન્મ લેનાર તમામ દિકરીઓને કિટ અર્પણ કરાશે - At This Time

વિશ્વ મહિલા દિવસ ૨૦૨૫”ની બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ કરશે ખાસ ઉજવણી; તા:-8-3-25 ના રોજ સમયે 12:01 A.M.થી 11:59 P.M. કલાક સુધી સમગ્ર દિવસ દરમિયાન જન્મ લેનાર તમામ દિકરીઓને કિટ અર્પણ કરાશે


રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુંસર તારીખ 8મી માર્ચને "વિશ્વ મહિલા દિવસ" તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, બોટાદ દ્વારા વિશ્વ મહિલા દિવસે જન્મનાર તમામ દિકરીઓના અવતરણને હર્ષોલ્લાસથી ઉજવવાનો નિર્ણય કર્યો છે. જે અન્વયે તા:-8-3-25 ના રોજ સમયે રાત્રીના 12:01 A.M.થી 11:59 P.M સુધી સમગ્ર દિવસ દરમિયાન જન્મ લેનાર તમામ દિકરીઓને કિટ અર્પણ કરીને તેઓના જન્મને વધાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વધુમાં બોટાદ જિલ્લાના તાબા હેઠળના તમામ ખાનગી તથા સરકારી દવાખાના/ હોસ્પિટલ/ સામુહિક આરોગ્ય કેન્દ્ર / પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આ સમય દરમિયાન જન્મ લેનાર તમામ દિકરીઓની વિગત તાત્કાલિક ધોરણે નીચે અધિકારી/ કર્મચારી લખાવવાની રહેશે તથા જ્યાં સુધી જિલ્લા કક્ષાની ટીમ ખાનગી તથા સરકારી દવાખાના/ હોસ્પિટલ/ સામુહિક આરોગ્ય કેન્દ્ર / પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ન આવે ત્યાં સુધી તે માતા/ પ્રસૂતાને રજા ન આપવા જણાવવામાં આવે છે. સંલગ્ન તાલુકા હેલ્થ ઓફીસર ગ્રામ્ય અને શહેરી વિસ્તાર- બોટાદ ખાતે થયેલ દિકરીઓના જન્મ વિગત નોંધાવવાની રહેશે. જયેશ ચૌહાણ (ડી.પી.એ.) મો.9227709409/9998889958
પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ રજીસ્ટર્ડ હોસ્પિટલ ખાતે થયેલ દિકરીઓના જન્મ વિગત નોંધાવવાની રહેશે.

ડો. જયદિપ જે કણજરીયા (બોટાદ) ફોન નં. 7878004241, ડો. મિલન આર ઘેવરીયા (ગઢડા) ફોન નં. 9023126995, ડો. એસ.એસ.પ્રસાદ( બરવાળા)
9727779655, ડો. અજય ઝાઝરૂકીયા (રાણપુર) 9558035871નો સંપર્ક કરવા
જિલ્લા એપ્રોપ્રિએટઓથોરીટી (પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image