તું મારા પુત્રને દારૂ પિવડાવે છે’ કહેતા જમુનાબેન પર મહીલાનો હુમલો
માંડાડુંગર વાએ આર.કે.ગેઈટ નજીક તુ મારા પુત્રને દારૂ પિવડાવે છે કહેતા બે મહીલાઓ વચ્ચે લાકડીથી મારામારી થતા બંન્નને સારવારમાં ખસેડવી પડી હતી.પ્રાપ્ત વિગત અનુસાર, રાંદરડા પાસે જસુની વાડી ઈંટના ભઠ્ઠા નજીક રહેતાં જમુનાબેન વાલજીભાઈ મોરવાડીયા (ઉ.વ.50) ગત રોજ રાત્રે 12 વાગ્યાની આસપાસ માંડાડુંગરમાં ભીમરાવનગરમાં આર.કે.યુનિર્વસિટીની પાસે રહેતા વિલાસબેન પ્રવિણભાઈ વાઘેલા (ઉ.વ.30)ને તું મારા પુત્રને દારૂ પીવડાવે છે. કહેતા ઉશ્કેરાયેલ વિલાસે જમુનાબેન પર લાકડીથી હમલો કર્યો હતો. જયારે સામાપક્ષે જમુનાબેને બચાવમાં વિલાસબેનને પણ લાકડી ફટકારી દેતાં બંન્ને મહીલાને ઈજા પહોંચી હતી.બંન્ને ઈજાગ્રસ્તોને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાઈ હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.