જન્મદિવસ નિમિત્તે શાળાના ભૂલકાઓને તિથિ ભોજન આપવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6wiqcofeqfktdxte/" left="-10"]

જન્મદિવસ નિમિત્તે શાળાના ભૂલકાઓને તિથિ ભોજન આપવામાં આવ્યું


ગુજરાત સરકાર દ્વારા ચાલતી પ્રાથમિક સ્કૂલો મા ભણતા ભૂલકાઓને સરકાર દ્વારા સ્કૂલોમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવતો હોય છે. સ્કૂલોમા ગ્રામજનો અથવા કોઈપણ વ્યક્તિ દ્વારા તેમને તિથિ ભોજન પણ પીરસવામાં આવે છે.જેના કારણે બાળકોમા કુપોષણ અથવા તો કોઈ બાળક ભૂખ્યું ન ભણે તેવા સરકારના અભિગમ રહેતા હોય છે ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામા સાકરીયા ગામના હનુમાન મોરી પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ચેતનાબેન કડિયા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે બાળકોને ખુબ સરસ તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું. વ્યક્તિ નો જન્મદિવસ હોય તો તે ઊજવવા બહાર હોટેલમા જઈ ખોટા ખર્ચ કરે છે. લોકો વેસ્ટન કલ્ચર તરફ વળી વળી રહ્યા છે ત્યારે અંતરિયાળ વિસ્તારમાં વસતા નાના ભૂલકાઓને આવા ભોજન તથા વ્યંજનો જમવા નથી મળતા. ખરેખર આવી શાળા જમાડી ખરેખર ચેતનાબેને સાચે જ અર્થમાં જન્મદિવસ ની ઉજવણી ખુશી મેળવી. જન્મદિવસ ની અનોખી ઉજવણી ને શાળા ના પ્રિન્સીપાલ આશિષભાઈ પટેલે બિરદાવી હતી.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]