ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે ‘વિકાસ મહોત્સવ’ નો પ્રારંભ
પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે 'વિકાસ મહોત્સવ' નો પ્રારંભ
‘ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ’ ગ્રામજનોના સહિયારા પ્રયત્નોથી નિર્માણ પામેલ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર અને કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું
પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે ૧૩ થી ૧૫ જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ કાર્યક્રમનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ‘ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ’ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર અને કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે હણોલ ગામમાં શરૂ થયેલા પ્રકલ્પો ગામના પરિશ્રમનું પરિણામ છે, ગામના યુવાનો, વડીલો અને બહેનોના સહિયારા પ્રયાસોથી શક્ય બન્યું છે. તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરશે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને ગામલોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે તા. 14 અને તા. 15 જાન્યુઆરીના રોજ અમૃત સરોવર, રમત-ગમત સંકુલ, લાઇબ્રેરી, ઓવરબ્રિજ, એનિમલ હોસ્ટેલ અને નવાં તળાવનું લોકાર્પણ કરાશે.
ત્રણ દિવસ ચાલનારી આ ઉજવણીના પ્રારંભે ૧૩મી જાન્યુઆરીના રોજ લોટીયાત્રા, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ, અમૃત સરોવરનું લોકાર્પણ, યજ્ઞ, સ્ટેજ કાર્યક્રમ, કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને રાસગરબાના કાર્યક્રમો યોજાયા હતા.
હવે ૧૪મી જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી, સામૂહિક ગામ સફાઇ, યજ્ઞ, એનિમલ હોસ્ટેલ, અમૃત સરોવર, નવુ તળાવ અને રમત-ગમત સંકુલનું લોકાર્પણ, સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તા. ૧૫ જાન્યુઆરીના રોજ પ્રભાતફેરી, લોટી પધરામણી ગંગા અવતરણની સાથે કાર્યક્રમ સમાપન અને નવા કાર્યનો શિલાન્યાસના કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સર્વેશ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રીમતિ સેજલબેન પંડ્યા, મેયરશ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઇ રાબડિયા, જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, પાલીતાણા પ્રાંત શ્રી યુવરાજ સિદ્ધાર્થ, ઉદ્યોગપતિ અગ્રણીઓ શ્રી ભરતભાઈ શેઠ, શ્રી લવજીભાઈ ડાલિયા, શ્રી મથુરભાઈ સવાણી, શ્રી વલ્લભભાઈ સવાણી, શ્રી ઘનશ્યામભાઈ વિરાણી, શ્રી કોમલભાઈ શર્મા, શ્રી જયંત ભાઈ વનાણી સાથે અગ્રણીઓ શ્રી રાઘવજી મકવાણા, શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, ઉદ્યોગકારો અને બહોળી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.