શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસતીર્થમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી..
પ્રભાસતીર્થમાં આવેલા પાવન શ્રી રામ મંદિર ખાતે રામ જન્મોત્સવની વિશેષ ઉજવણી શ્રદ્ધા અને ભક્તિભાવે કરવામાં આવી. શ્રી રામના પાવન અવતરણ દિન નિમિત્તે શ્રી રામ મંદિર પરિસરમાં ધ્વજા પૂજન, ત્રિંશોપચાર પૂજન, જન્મોત્સવ આરતી, મહાપ્રસાદ વિતરણ, અન્નકૂટ અને મહા આરતી જેવા વિધિવત ધાર્મિક કાર્યક્રમો યોજાયા.
આ રામોત્સવ પ્રસંગે દેશના અનેક ભાગોથી આવેલ યાત્રિકોએ હાજરી આપી ભગવાન શ્રી રામના જન્મોત્સવમાં સહભાગી થવાની આનંદદાયક અનુભૂતિ કરી. ભાવનાભૂમિ પ્રભાસમાં ગુંજેલી જયશ્રીરામની ધ્વનિએ સમગ્ર વાતાવરણને ધાર્મિક ભાવનાથી સંપૃક્ત કર્યું.
આ પાવન અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સમગ્ર ભક્તોને અને જનસમૂહને ભગવાન શ્રી રામના જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
