આજરોજ લીલીયા મોટા ખાતે આંગણવાડી વર્કર તેમજ હેલ્પર બહેનો દ્વારા આવેદન અપાયુ
આજ રોજ લીલીયા મોટા ખાતે આંગણ વાડી વર્કર તેમજ હેલ્પર બહેનો દ્વારા CDPO ને આવેદન પત્ર પાઠવવા માં આવેલ જેમાં 100 જેટલી માંગણી ઓ ને લઈ આવેદન આપેલ જેમાં
વેતન વધારો કરવો વય મર્યાદા રદ કરવી આંગણવાડી સિવાય કોઈ અન્ય કામગીરી ન લેવી કર્મચારીઓને કાયમી કરવા તેમજ કાયમી કર્મચારીની જેમ તમામ લાભો આપવા બેવડી કામગીરી ન કરાવી મોબાઇલ અથવા તો રજીસ્ટર મારફત કામ જેમાં બેમાંથી એકમાં કામ કરાવવું સરકાર દ્વારા આપવામાં આવેલ મોબાઈલ કામ ન આપતા હોય અન્ય સારી કંપનીના મોબાઈલ આપવા રિટાયર થયા પછી ગુજરાન ચલાવવા સરકાર તરફથી એનકેન કોઈ પણ પ્રકારે બહેનો ને સહાય કરવી દર વર્ષે સિન્યુરીટી પ્રમાણે કામગીરી કરાવવી બહેનોને બઢતી આપવી અન્ય 100 જેટલા મુદ્દાઓ ને લઈ ને આજરોજ લીલીયા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા સીડીપીઓ શ્રદ્ધાબેન શુકલ ને આવેદન પત્ર આપવામાં આવેલ અને આવનારા ત્રણ દિવસ સુધી તમામ બહેનો એ હડતાલ પાડી ઉગ્ર વિરોધ કરેલ છે આ સંદર્ભે પ્રાથમિક શિક્ષણ અને અને પૂરક પોષણ લીલીયા તાલુકામાં ત્રણ દિવસ બંધ હોય તો આ બાબતે સરકારશ્રી યોગ્ય કરે તેવી અપેક્ષા રાખવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.