ચીફ ફાયર ઓફિસરના ચાર્જ માટે સરકાર પાસે ખોળો પાથરતી મનપા - At This Time

ચીફ ફાયર ઓફિસરના ચાર્જ માટે સરકાર પાસે ખોળો પાથરતી મનપા


ખેરની ધરપકડ બાદ ફાયર એનઓસીનું કામ ઠપ થઈ ગયું, શાખા અધિકારી વિહોણી

રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેરની ધરપકડ કરવામા આવી છે. ટીઆરપી અગ્નિકાંડમાં તેમની બેદરકારી સામે આવતા આરોપી બનાવાયા છે તેમની સાથે ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે. ઠેબાની પણ ધરપકડ થઈ છે. જોકે અગાઉ તેમની ધરપકડ એસીબીએ કરતા તેઓ જેલહવાલે છે. આ ધરપકડને કારણે હવે મનપાની ફાયર બ્રિગેડ અધિકારી વિહોણી બની ગઈ છે. સક્ષમ અધિકારી ન રહેતા ફાયર એનઓસી પર સહી કોઇ કરી શકતું નથી.

ફાયર એનઓસી ન મળે તો અનેક અરજદારોના સીલ ન ખૂલે તેમજ જે લોકો નવા બાંધકામ કે જૂના બાંધકામ ધરાવે છે અને ફાયરના સાધનો લગાવ્યા છે તેમને પણ એનઓસી ન મળે. ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ અન્ય શાખાના અધિકારીને પણ આપી શકાય નહિ કારણ કે તેના માટે ખાસ લાયકાત હોવી જરૂરી છે. જેથી આ મામલે હવે મનપા શું કરશે તે મામલે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ચીફ ફાયર ઓફિસરની નિયુક્તિ માટે સરકારમાં પત્ર લખીને વિનંતી કરી છે આશા છે કે ટૂંક સમયમાં નિયુક્તિ થઈ જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.