તલોદ નગરપાલિકા વિસ્તારના ફાટક નં.૫૩(ટી)રસ્તા પર વાહનોના અવર જવર પર પ્રતિબંધ
તલોદ નગરપાલિકા વિસ્તારના ફાટક નં.૫૩(ટી)રસ્તા પર વાહનોના અવર જવર પર પ્રતિબંધ
*************
તલોદ નગરપાલિકા વિસ્તાર ખાતે આવેલ ફાટક નંબર.૫૩ (ટી) રસ્તા ઉપર સ્થાનિક, રાહદારીઓ તેમજ વાહનોના અવર જવર ઉપર પ્રતિબંઘ ફરમાવતો હુકમ જિલ્લાટ કલેકટરશ્રી હિતેષ કોયાએ કર્યો છે.
તલોદ નગરપાલિકા વિસ્તાર ખાતે આવેલ ફાટક નંબર.૫૩ (ટી) રેલવે ઓવરબ્રિજ મંજુર થયેલ હોય રેલ્વે ઓવર બ્રિજની કામગીરી શરૂ થયેથી સ્થાનિક, રાહદારીઓ તેમજ વાહનોએ વૈલક્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે મજરા ચોકડી થી પ્રાંતિજ તરફ તથા હરસોલ ચોકડીથી રખીયાલ વાવડી ચોકડી તરફનો રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. નાના વાહનો (લાઈટ વ્હિકલ) માટે વૈકલ્પિક રસ્તા તરીકે મહિયલ ચોકડીથી મહિયલ ગામમાં તલોદ કોલેજ થઈ કેશરપુરા પાટીયા થઈ તલોજ ટી.આર.ચોકડી તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રતિબંધિત વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો તેમજ રાહદારીઓની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે.
આ જાહેરનામું તા.૧૨ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.