પોરબંદરમાં દવે પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન - At This Time

પોરબંદરમાં દવે પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન


ચક્ષુદાન મહા દાન
પોરબંદરમાં દવે પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

આજ રોજ તા. ૨૪.૦૨.૨૫,સોમવારના વહેલી સવારે ૬ ને ૧૮ મીનિટ ના સમયે શિવમ્ ચક્ષુદાન-આરેણાના સંચાલકશ્રીને ડો. રવિન્દ્ર ચુડાસમા સાહેબનો ચક્ષુદાન માટે ફોન આવ્યો હતો.ડૉ. રવિન્દ્ર સાહેબ કુકસવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના પુર્વ મેડિકલ ઓફિસર પછી ભેસાણ ના પુ. બ્લોક હેલ્થ ઓફિસર અને હાલ જીલ્લા પંચાયત મા આરોગ્ય અધિકારી તરીકે ઉચ્ચ હોદા ઉપર સેવા આપી રહ્યા છે.
આજ રોજ સાહેબ દ્વારા ચક્ષુદાન માટે કોલ આવેલ, સાહેબના સ્ટાફ ના રિલેટિવ સ્વ.સુશીલાબેન હરેશભાઈ દવે(ઉ.વ.૭૦) કે જેઓ રાજુભાઈ હરેશભાઈ દવે અને સમીરભાઈ હરેશભાઈ દવેના માતૃશ્રી થાય છે જેમનું દેહાંત થતા તેમના પરિવારની ઈચ્છાથી પોરબંદર ખાતે ચક્ષુદાન કરવાનું હતું.
ડો. રવિન્દ્ર સાહેબ ના કોલ આવ્યા પછી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના નેજા હેઠળ ચક્ષુદાન ની પ્રવૃત્તિ કરતા મારા વડિલ બંધુ એવા ડો.નિતિન પોપટ સાહેબ સાથે ૬ ને ૨૨ મીનિટ એ વાત થય એટલે સાહેબે ડો. રવિન્દ્ર ચુડાસમા સાહેબ પાસે થી ચક્ષુ દાતા પરિવાર નું એડ્રેસ લઈને ચક્ષુદાન નું કલેક્શન કરવા પહોંચ્યા અને નેત્ર દાનનો સ્વિકાર કર્યો હતો.
આમ આજે વહેલી સવારે બે અંધ જનો ને દ્ર્ષ્ટી દાન અપાવા મહત્વ નું કાર્ય ડો. રવિન્દ્ર ચુડાસમા સાહેબ અને ડો.પોપટ સાહેબ દ્વારા થયેલ છે. ચક્ષુદાન કલેક્શન સમયે આનંદભાઈ રાજાણીએ ખુબ સાથ અને સહકાર આપ્યો હતો.આપ સર્વે ડોક્ટરશ્રીઓ ને શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર વતી મારા હ્રદય થી વંદન છે.

બન્ને ડોક્ટર સાહેબશ્રીઓ આપણા ગૃપ મેમ્બર છે.
આજ નું ચક્ષુદાન રવિન્દ્ર ચુડાસમા સાહેબ ના માધ્યમથી ડો. નિતિન પોપટ સાહેબે કર્યું છે જેની સાથે આનંદભાઈ રાજાણી પૂર્ણ સાથ અને સહકાર આપેલ છે.

પોરબંદર જિલ્લામાં નેત્રદાન,સ્કિન ડોનેશન અને દેહદાન કરવા માટે ડૉ.નીતિન પોપટ સાહેબ ૨૪ કલાક અને ૩૬૫ દિવસ સેવામાં અગ્રેસર રહે છે.પોરબંદર જિલ્લામાં ડૉ.નીતિન પોપટ સાહેબ દ્વારા ચક્ષુદાન જાગૃતિ માટે તેમજ ચક્ષુદાન માટે ખુબ સારા એવા પ્રયાસ થઈ રહ્યા છે.
પોરબંદર જિલ્લામાં નેત્રદાન,સ્કિન ડોનેશન અને દેહદાન કરવા માટે સર્જન પરિવારના ડૉ.નિતિન પોપટ સાહેબના મો.નં.૯૪૨૬૨૪૧૦૦૧/૯૩૨૮૦૬૬૮૬૮ ઉપર ૨૪ કલાક ૩૬૫ દિવસ સંપર્ક કરી શકો છો.
આ તકે આપની માનવસેવાકીય પ્રવૃતિને વંદન કરીએ છીએ.

દવે પરિવાર દ્વારા થયેલ આજના આ ચક્ષુદાન થકી બે પ્રજ્ઞાચક્ષુઓને નવી રોશની મળશે.માનવસેવાના આ કાર્યમાં જોડાયેલ દવે પરિવારના ઉમદા વિચારને બિરદાવીએ છીએ તેમજ સ્વ.સુશીલાબેન દવેને આઈ કલેક્શનમાં સહભાગી થયેલ ડૉક્ટરશ્રીઓની ટીમ અને શિવમ્ ચક્ષુદાન-આરેણા પરિવાર વતી શ્રદ્ધાંજલી પાઠવીએ છીએ. નેત્ર દાન મહાદાન.

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image