હળવદ નગરપાલિકા દ્વારા 29.39 કરોડના વિકાસના કામોનું ખાતમુહુર્ત કર્યું - At This Time

હળવદ નગરપાલિકા દ્વારા 29.39 કરોડના વિકાસના કામોનું ખાતમુહુર્ત કર્યું


હળવદમાં ૨૦૦૦ વૃક્ષારોપણ સહીત ૨૯ કરોડથી વધુ કામોનો ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરા એ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા તેમજ એક પેડ કે નામ અવશ્ય વાવા જણાવ્યું હતું

હળવદ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નિર્માણ પામનાર સરા ચોકડીથી ત્રણ રસ્તા સુધીનો મુખ્ય રોડ ૧૫.૭૫ કરોડ, ભૂગર્ભ ગટર યોજના ફેસ ૨, સુવર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૪-૨૫ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામો તેમજ ૧૫ માં નાણાપંચ અંતર્ગત વિકાસલક્ષી કામો અને ૨૦૦૦ વૃક્ષારોપણ સહીત ૨૯.૩૯ કરોડથી વધુના વિવિધ વિકાસ ના કામોનુ ખાતમુર્હત કરવામાં આવ્યું હતું,

હળવદ સર ચોકડી ખાતે આર એડન બી ઓફીસ એ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જીલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, હળવદ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, બીપીનભાઈ દવે. હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર તુષાર ઝાલોરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.