રાજકોટ લુંટ, ખંડણી, અપહરણ, છેડતી જેવા ગંભીર ગુન્હાના આરોપીઓને પકડી પાડતી ગાંધીગ્રામ-૨ પોલીસ. - At This Time

રાજકોટ લુંટ, ખંડણી, અપહરણ, છેડતી જેવા ગંભીર ગુન્હાના આરોપીઓને પકડી પાડતી ગાંધીગ્રામ-૨ પોલીસ.


રાજકોટ લુંટ, ખંડણી, અપહરણ, છેડતી જેવા ગંભીર ગુન્હાના આરોપીઓને પકડી પાડતી ગાંધીગ્રામ-૨ પોલીસ.

રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં લુંટ તથા ખંડણી જેવો ગંભીર પ્રકારનો ગુન્હો બનેલ હોય જેથી ગુન્હો ડીટેકટ કરી તાત્કાલીક આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે P.I એચ.એન.પટેલ ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના વી.જી.ડોડીયા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલીંગમા હોય જે દરમ્યાન હ્યુમન સોર્સીસથી પ્રયત્નશીલ હોય આ દરમ્યાન વિરેન્દ્રસિંહ ઝાલા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે ગઈકાલ રાત્રીના લુંટ કરેલ ઇસમો ફોરવ્હિલ ગાડી સાથે અવધના ઢાળ તરફ હાજર હોય જેથી સર્વેલન્સ ટીમના માણસો તુરત જ હકિકત વાળી જગ્યાએ જઈ આરોપીઓ મળી આવતા આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહિ કરવામા આવેલ છે. (૧) વિપુલ લાભુભાઇ મેતા રહે,પરીશ્રમ સોસાયટી સંસ્ક્રુતી પાર્ટી પ્લોટની બાજુમા રાજકોટ (૨) અલ્પેશ ઉર્ફે અપ્પુ નરેશભાઇ મકવાણા રહે.અવધનો ઢાળ આવાસ યોજના કવાટર્સ રાજકોટ (૩) પરીમલ ત્રીભોવનભાઈ સોલંકી રહે.અવધનો ઢાળ આવાસ યોજના કવાટર્સ રાજકોટ (૪) વિજય ઉર્ફે કાળીયો ત્રીભોવનભાઈ સોલંકી રહે.અવધનો ઢાળ આવાસ યોજના કવાટર્સ રાજકોટ. ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશન BNS કલમ-૨૦૪, ૧૪૦(૩), ૭૫, ૧૨૭(૨), ૩૦૯(૬), ૩૦૮(૫), ૩૫૧(૩), ૧૧૫(૨), ૩(૫), ૧૧૯(૧) મુજબ. ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોય.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.