મહિસાગર- લુણાવાડા તાલુકાના ભાટપુરા ગામ પાસે પાનમડેમની સિંચાઈ કેનાલમાં લાભી ગામના બે યુવાનોના ડુબી જતા કરુણ મોત, પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો
લુણાવાડા,
મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ભાટપુર ગામ પાસેથી પસાર થતી પાનમસિંચાઈ યોજનાની કેનાલમાં હાથ પગ ધોવા ઉતરેલા ત્રણ આશાસ્પદ યુવાનોમાંથી બે યુવાનોના તણાઈ જતા કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવાન ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મોતને ભેટનારા યુવાનો પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામના યુવાનો છે. ઘટનાની જાણ થતા પોલીસ ટીમ તેમજ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી. અને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢીને પોસ્ટ મોર્ટમમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. આશાસ્પદ થુવાનોના મોતના પગલે લાભી ગામમા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
મહિસાગર જીલ્લામા રવિવાર ગોઝારો સાબિત થયો હતો. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામના ત્રણ યુવાનો (1) અજય પટેલીયા(2) હિતેશ પટેલીયા(3) દિલીપ પટેલીયા લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. પાનમ સિંચાઈ યોજનાની કેનાલ આ વિસ્તારમાંથી પસાર થાય છે. હાલમાં કેનાલમાંથી પાણી પણ જઈ રહ્યુ છે. તે સમયે તેઓ હાથ પગ ધોવા ઉતર્યા હતા પણ પાણીના પ્રવાહમાં તેઓ તણાવા લાગ્યા હતા. જેમાં અજય અને હિતેશના મોત થયા હતા જ્યારે દિલિપ ને ઈજા પહોચી હતી. સ્થાનિકો દ્વારા સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ફાયરવિભાગની ટીમ પણ આવી પહોચી હતી કેનાલમાંથી બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. બચી ગયેલા યુવાનને ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પરિવારજનો થતા પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોતાના જુવાનજોધ સંતાનોનુ અવસાન થતા રોકકળનો માહોલ સર્જાયો હતો. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી રહી છે.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
