બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી પર્વ ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરાઈ; ધ્વજારોહણ અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો - At This Time

બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી પર્વ ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરાઈ; ધ્વજારોહણ અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો


(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય બોટાદ સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી પાવન પર્વ નિમિત્તે ૧૧૧૧ રુદ્રાક્ષ ના શિવલિંગ અને દ્વાદશ (૧૨) જ્યોતિર્લીંગ દર્શન અને આધ્યાત્મિક મેળો બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ભાવનગર રોડ , બોટાદ ખાતે યોજાયેલ.
મહાશિવરાત્રી પર્વ નિમિતે શિવ અવતરણ દિવસ નિમિત્તે કેક કાપી ધ્વજારોહણ રાજયોગીની બી.કે. નીતાબેન ના વરદ હસ્તે કરવામાં આવેલ. ત્યાર બાદ બી.કે નીતા બેન દ્વારા પ્રતિજ્ઞા વાંચન કરેલ.
આ પ્રસંગે બોટાદ મુક્તિધામ ના પ્રણેતા ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , આસ્થા ટ્રસ્ટ ના લાલજીભાઈ કળથીયા , ડો.હિરલ બેન અણઘણ (સિદ્ધિ વિનાયક હોસ્પિટલ) નયનભાઈ શેઠ જલમીન , મોન્ટુ ભાઈ માળી , ડી.બી.માઢક બી.કે.વર્ષા બેન ,બી.કે.રજની બેન ,બી.કે.ભૂમિ બેન તથા શહેર ના ધર્મપેમી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહેલ. તેમજ સ્થાપિત કરેલ બાર જ્યોતિર્લિંગ ની આરતી ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે કરવામાં આવેલ.ત્યાર બાદ આંનદ ઉલ્લાસ સાથે બહેનો દ્વારા રાસ - ગરબા લેવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image