સુઈગામ તાલુકાના ધનાણા ગામમાં દુધમંડળીનો ભાવ વધારો રોકડમાં ચૂકવાતા ગ્રાહકોનો હોબાળો.
સુઇગામ તાલુકાના અંતરિયાળ ધનાણા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ મંત્રીએ મનમાની કરી સંઘનો ભાવ વધારો પશુપાલકોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે રોકડમાં ચુકવવામાં આવતો હોઈ આ અંગે ગામના જાગૃત પશુપાલકોએ વિરોધ નોંધાવી દૂધનો ભાવ વધારો જે તે દૂધ ગ્રાહકોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે તેવી માંગ કરી હતી, જોકે દૂધ મંત્રીએ પશુપાલકોની કોઈ વાત ધ્યાને લીધા સિવાય મનમાની કરી દૂધનો ભાવ વધારો ગ્રાહકોને રોકડમાં ચુકવવાનું ચાલુ રાખતાં પશુપાલકોએ હોબાળો કર્યો હતો,
સુઇગામ તાલુકાનાં ધનાણા ગામમાં આવેલ દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગામના પશુપાલકો દૂધ ભરાવે છે,પણ દૂધ મંડળીના મંત્રી અને સંચાલકો અને વિસ્તરણ અધિકારીની મિલીભગતથી દૂધ મંડળીમાં અંધેર વહીવટ થતો હોઈ આ અંગે ગામના જાગૃત નાગરિક મહેન્દ્રસિંહ ચૌહાણે દૂધ ડેરી બનાસકાંઠા, જિલ્લા રજિસ્ટ્રાર,તેમજ બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં લેખિત રજુઆત કરતાં અરજદાર ને દૂધ મંડળીના ગ્રાહકોનું પાક્ષીક ચુકવણું પણ જે તે ગ્રાહકોના બેન્ક એકાઉન્ટમાં થતું હોવાની લેખિત માહિતી આપી છે,પરંતુ ઉપરાંત મંગળવારે દૂધનો ભાવવધારો પણ મંત્રીએ દૂધ સભાસદોને રોકડમાં ચુકવણું થતું હોઈ આ અંગે ગામના જાગૃત પશુપાલકોએ વિરોધ નોંધાવતાં હોબાળો થયો હતો, એક બાજુ જિલ્લા સહકારી સંઘ દ્વારા અરજદારને લેખિત માહિતી આપી તેમાં દૂધનું પેમેન્ટ જે તે દૂધ ગ્રાહકોના બેન્ક એકાઉન્ટમાં ચૂકવણું કરાય છે,એવું સ્પષ્ટ લેખિત જવાબ આપ્યો છે,જ્યારે આ અંગે મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવેલ કે બ.કા. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ,તેમજ ધનાણા દૂધમંડલી દ્વારા મને જે માહિતી આપવામાં આવેલ છે,તે તદ્દન ખોટી છે,હકીકતમાં દૂધ મંડળીમાં દૂધ મંત્રી,સંચાલક મંડળ તેમજ દૂધ ડેરી ઉપર સુપર વિઝન કરતા સુપરવાઇઝરો એક બીજાના સાથ સહકારથી દૂધ મંડળીમાં અંધેર વહીવટ કરી રહ્યા છે,ઓફ લાઇન દૂધ ભરાય છે,દૂધ મંડળીમાં કોઈ જ જગ્યાએ સી.સી.ટી.વી.કેમેરા નથી,અને મંડળીમાં ખોટા ખાતાં ચાલતાં હોઈ પોતાના બચાવ માટે દૂધ સભાસદોને બેન્ક એકાઉન્ટમાં ડીઝીટલ પેમેન્ટ કરવાના બદલે દૂધ ડેરી ખાતે દર પખવાડીયે રોકડ ચુકવણું કરી મનમાની કરાય છે,અને કૌભાંડ આચરવામાં આવે છે,સાથે જો કોઈ રજુઆત કરે તો દૂધ ગ્રાહકો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે,
રિપોર્ટ-:
ઝાલા જીતેન્દ્રસિંહ-સુઈગામ.૯૯૨૫૯૨૩૮૬૨.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.