વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના હોદ્દેદારો માટે અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના હોદ્દેદારો માટે અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું.


વિશ્વ ગુજરાતી સમાજ ના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ સાહેબ અને આંતરરાષ્ટ્રીય યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને BAPS સ્વામિનારાયણ મંદીર મુકામે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના નિયુક્ત થયેલા ગુજરાતના સૌ હોદ્દેદાર મિત્રો માટે અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવેલ જેમાં ૨૮ જિલ્લામાંથી ટોટલ ૨૫૦ થી વધુ હોદ્દેદારો એ હાજરી આપી હતી જેમાં વિશ્વ ગુજરાતી સમાજ સંસ્થાના સ્થાયી સમિતિ મેમ્બર શ્રી પ્રકાશભાઈ વરમોરા,BAPS સંસ્થામાં થી શ્રી સર્વમંગલ સ્વામી, શ્રી બાપુ સ્વામી ઉપસ્થિત રહી ને સૌ યુવાનો ને માર્ગદર્શન અને આશીર્વચન આપેલ,

જેમાં અમૂલ ફેડ - ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન ના ચેરમેન શ્રી શામળ ભાઈ પટેલ, મધુર ડેરી ચેરમેન શ્રી શંકરસિંહ રાણા, દ્વારકાપીઠ વિદ્યાસભાના ટ્રસ્ટી શ્રી ડૉ. રાજેન્દ્ર પંડ્યા (શાસ્ત્રીજી), ગુજરાત ડોમિસાઈલ પેરેન્ટ્સ એસોસિએશન ના પ્રમુખ શ્રી ડૉ.વસંતભાઈ પટેલ, ઉત્તર ગુજરાતના જાણીતા ગાયક કલાકાર શ્રી સાગરભાઈ પટેલ, કેનેડા ઇન્ડિયા એસોસિએશન ના પ્રમુખ અને સિદ્ધિવિનાયક દેવસ્થાન ના ટ્રસ્ટી શ્રી સૌમિલભાઈ પુરોહીત, સરદાર પટેલ ગ્રુપ SPG ના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પૂર્વીન ભાઈ પટેલ, ગુજરાતી ફીલ્મના લેખક અને એકટર શ્રી સંજયભાઈ પ્રજાપતિ ની વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગમાં જુદી જુદી જવાબદારી પર નિયુક્તિ કરવામાં આવી,

આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ સાહેબે સૌ યુવાનો ને સંબોધન કરતા જણાવેલ કે આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ ની આગેવાની હેઠળ, જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત ના ભાવ સાથે, સામાજિક સમરસતા ના ઉદેશ્ય થી ગુજરાત ના ખૂણા ખૂણા થી શરુ કરી ને વિશ્વ ના ખૂણે ખૂણ સુધી સંસ્થાનો વ્યાપ વધારી ને ભારતની સૌથી મોટી સંસ્થા બનાવવા માટે સૌએ પ્રયત્નશીલ બનવાનું છે,

આંતરરાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર શ્રી આકાશ પટેલ દ્વારા અભ્યાસ વર્ગના વિષય થકી સંસ્થાની સંગઠન કામગીરી ઉપર પ્રકાશ પાડવામાં આવેલ,

કાર્યક્રમ બાદ સૌ હોદ્દેદાર મિત્રો ડાકોર મંદિરે જઈ ને શ્રી રાજા રણછોડરાય જી ના દર્શન કરેલ અને મંદિરે ધજા ચડાવવામાં આવેલ,

જય જય ગરવી ગુજરાત.

Report by :- Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.