હળવદના પાંડાતીરથગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

હળવદના પાંડાતીરથગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી


સમગ્ર ભારત દેશમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે પાંડા તીર્થ ગામે આવી પહોંચ્યો હતો. જેનું પાંડા તીર્થ પે સેન્ટર શાળા ની બાળાઓ અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ સરાવડીયા, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, હળવદ તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ વઢરેકિયા, હળવદ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ના પતિ મહેશભાઈ કોપેણીયા, તાલુકા વિકાસ અધિકારી મેહુલ ભાઈ સિંધવ, સહિત ગામ આગેવાનો અને શિક્ષક ગણહાજર રહ્યા હતા આ તકે પાંડાતીર્થ પે સેન્ટર શાળાની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેને નિહાળીને અધિકારી પદાધિકારીઓ તથા ગ્રામજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને રોકડ ઇનામો પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને પાંડાતીરથશાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા માથક ગ્રામ પંચાયત દ્વારા સફળ બનાવવા ભારે જહેમતઉઠાવી હતી. અંતમાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો લાઇવ કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. આ તકેપાંડાતીર્થ ગામના સરપંચ ગુલાબસિંહ અસવાર નું નલ સે જલ ની સો ટકા કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.