વડોદરામાંથી ઝડપાયો નકલી PMO ઓફિસર. - At This Time

વડોદરામાંથી ઝડપાયો નકલી PMO ઓફિસર.


વડોદરામાંથી PMOમાં એડવાઈઝર હોવાની ઓળખ આપનારા ગુજરાતના વધુ એક ઠગભગત મયંક તિવારી સામે સીબીઆઈએ ફરિયાદ નોંધી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગશનની ટીમે વડોદરાના એક કેસમાં મયંક સામે ફરિયાદ નોંધી છે. મળતી માહિતી અનુસાર, મંયક તિવારીએ પોતે PMOના અધિકારી હોવાનું કહીને વડોદરાની અગ્રવાલ હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલને ધાકધમકી આપી હતી. મયંકે ડોક્ટર અગ્રવાલને અન્ય એક હોસ્પિટલ સાથે ચાલતા 16.43 કરોડના વિવાદમાં સમાધાન કરી લેવા જણાવ્યું હતું. આ મામલે હવે સીબીઆઈએ મયંક તિવારી સામે ફરિયાદ નોંધી છે.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.