લીલીયા મોટા ખાતે મામલતદાર કચેરી તેમજ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત કરતા કલેક્ટર અજય દહિયા
લીલીયા મોટાની મામલતદાર કચેરી ખાતે મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કલેકટર અજય દહિયા દ્વારા કરવામાં આવેલ જેમાં પ્રજાકીય કાર્ય થાય અને સરકારશ્રીની યોજના નો વધુમાં વધુ લાભાર્થીને લાભ મળે તેવા હકારાત્મક અભિગમ સાથે કચેરી ની મુલાકાત કરવા માં આવેલ જેમાં મામલતદાર રાદડિયા તેમજ વિપુલભાઈ મહેતા સર્કલ ઓફિસર બારીયાભાઇ દ્વારા કલેક્ટરશ્રીને વિવિધ કામગીરીથી અવગત કરાયા ત્યારબાદ લીલીયા ગ્રામ પંચાયત કચેરી દફતર મુલાકાત કરાઈ જ્યાં ઉપસ્થિત સરપંચ જીવનભાઈ વોરા અને મંત્રી ઇન્દુબેન ડાભી તેમજ ગ્રામ પંચાયત સદસ્યો દ્વારા કલેકટર શ્રી નું સ્વાગત સન્માન કરવા માં આવેલ ત્યારબાદ સરપંચ દ્વારા હાલ ની લીલીયા ની પરિસ્થિતિ અંગે વાકેફ કરાયા જેમાં ભૂગર્ભ ગટર ની સંપૂર્ણ માંહિતી આપતા સરપંચ દ્વારા જણાવવા માં આવેલ કે લીલીયા ભૂગર્ભ ગટર ના પમ્પિંગ સ્ટેશનો બંધ છે સફાઈ સાધનો જેવાકે જમ્બો જેટીંગ મશીન કે અન્ય કોઈ સાધનો આપેલ ન હોય જે અગે કલેકટર શ્રી ને માહિતગાર કરાયા ત્યારબાદ લીલીયા ની જનતા માટે નવા ગ્રામ પંચાયત બિલ્ડિંગ ની પત્ર પાઠવી રજુઆત કરવા માં આવી સાથે સાથે કલેકટર અજય દહિયા દ્વારા કિસાન નિધિ વિસ્તરણ અધિકારી ને સાથે રાખી જરૂર પડે તો કેમ્પ કરી લાભાર્થી ઓને વધારે માં વધારે સરકાર શ્રી ની યોજના નો લાભ મળે તેવી સરપંચ ને કલેકટર શ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.