સાબરકાંઠા જિલ્લામાં અંબાજી મેળાને લઈ પ્રતિબંધક હુકમ જાહેર કરાયા - At This Time

સાબરકાંઠા જિલ્લામાં અંબાજી મેળાને લઈ પ્રતિબંધક હુકમ જાહેર કરાયા


સાબરકાંઠા જિલ્લામાં અંબાજી મેળાને લઈ પ્રતિબંધક હુકમ જાહેર કરાયા
****
આગામી તા.૧૨/૦૯/૨૦૨૪ થી તા.૧૮/૦૯/૨૦૨૪ સુધી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તથા બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે મોટા મેળાઓ ભરાય છે. આ મેળામાં અંબાજી માતાજીના દર્શનાર્થે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી શ્રધ્ધાળુઓ પગપાળા સંઘો, મંડળો તેમજ માતાજીનો રથ લઈને ચાલતાં તેમજ વાહનો ધ્વારા હિંમતનગર-અંબાજી રોડ ઉપરથી મોટી સંખ્યામાં પસાર થાય છે. જે દરમ્યાન પસાર થતાં વાહનોના કારણે પદયાત્રીઓના અકસ્માત ન થાય તેમજ ટ્રાફીક નિયમન અને પદયાત્રીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે મહેતાપુરા-હિંમતનગરથી ખેરોજ પુલ સુધી હિંમતનગરથી જતા રોડની જમણી બાજુએ તમામ નાના-મોટા વાહનો પસાર થાય (વન-વે કરવા) તા. ૧૧/૦૯/૨૦૨૪ થી તા. ૧૮/૦૯/૨૦૨૪ સુધી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડૉ.રતનકંવર એચ.ગઢવીચારણ (આઈ.એ.એસ.) તેમને મળેલ અધિકારની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. મહેતાપુરા-હિંમતનગરથી ખેરોજ પુલ સુધી હિંમતનગરથી જતા રોડની ડાબી બાજુવાળા હાઈવે પર તા.૧૧/૯/૨૦૨૪ થી ૧૮/૯/૨૦૨૪ ના કલાક ૧૨.૦૦ સુધી તમામ નાના-મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ. ઉકત પ્રતિબંધ સરકારી/સરકારી કામે રોકાયેલ વાહનો, આકસ્મિક સંજોગોને પહોંચી વળવા ઉપયોગમાં લેવાતા વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, અગ્નિશામક વાહન વગેરેને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
*****


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.