હદપાર થયેલ આરોપી મનસુખ ઉર્ફે મુન્નો ખાસિયાની જિલ્લા સેવાસદન કચેરી ખાતેથી અટકાયત* - At This Time

હદપાર થયેલ આરોપી મનસુખ ઉર્ફે મુન્નો ખાસિયાની જિલ્લા સેવાસદન કચેરી ખાતેથી અટકાયત*


*હદપાર થયેલ આરોપી મનસુખ ઉર્ફે મુન્નો ખાસિયાની જિલ્લા સેવાસદન કચેરી ખાતેથી અટકાયત*
-----------------------------------------
*આરોપીને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ,ઉના દ્વારા ગીર સોમનાથમાંથી ૧ વર્ષ માટે હદપાર કરવામાં આવેલ હતો*
-------------------------------------------
ગીર સોમનાથ,૯ એપ્રિલ: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડીયા તાલુકાનો રહેવાસી મનસુખભાઇ ઉર્ફે મુન્નો ભીખાભાઈ ખસીયા કે જેઓ લાંબા સમયથી ગેરકાયદેસર ગુનાહિત અને અસામાજિક પ્રવુત્તિઓ આચરી,પોતાના આર્થિક લાભ માટે તથા સામાન્ય લોકોને બાનમાં લેવા અવાર-નવાર ધાક ધમકી આપતો હતો જેથી તેના આવી ગુન્હાહિત અને અસામાજિક પ્રવુત્તિના પર તાત્કાલિક નિયંત્રણ કરવા અને જાહેર વ્યવસ્થા જાળવી રાખવા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટેશ્રી ઉના દ્વારા ગીર સોમનાથ જિલ્લાની શહેરી તથા ગ્રામ્ય હદ વિસ્તારમાં દાખલ નહિ થવા તા.૧૭ ઓક્ટોમ્બર ૨૦૨૪ ના હુકમથી ફરમાવવામાં આવેલ.

તેમ છતાં ઉકત આરોપી આજરોજ જિલ્લા સેવા સદન કચેરી ખાતેનાં કમ્પાઉન્ડમાં ખુલ્લે આમ ફરતો હોવાનું ધ્યાને આવતા, કલેકટર કચેરીની હોમ શાખા ખાતે બેસાડીને પોલીસ વિભાગને તાત્કાલિક જાણ કરી ધોરણસરની કાર્યવાહી કરવા જણાવતા, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન દ્વારા સદરહુ આરોપીની સ્થળ પરથી જ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

૦૦૦૦૦૦૦×××××××૦૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image