શ્રી સ્વામિનારાયણ મંદિર લોયા ધામ વડોદરા ના આંગણે 2500 ભકતો ની ઉપસ્થિત મા ઉજવાયો ભવ્ય શાકોત્સવ સ્નેહમિલન અન્નકૂટ ઉત્સવ સાથે વચનામૃત જયંતિ
આ પ્રસંગે પરમ પૂજ્ય દર્શનવલ્લભદાસજી સ્વામી વ્યાસપીઠ ઉપરથી શાકોત્સવ ની કથા સાથે માનવ જીવનમાં પણ શાકમા જેમ બધા જ મસાલા યોગ્ય પડતાં તેમાં મીઠાશ વધે છે તેમજ માનવજીવન મા પણ અનેક સ્વભાવને માપસર વાપરવાથી મીઠાશ ભરેલું જીવન થઈ જાય છે સાથે જ સંસ્થા દ્વારા ચાલતા મંદિર નિર્માણ કાર્ય, છેલ્લા નવ વર્ષ થી ચાલતા સદાવ્રત સેવા અન્નક્ષેત્ર ના દર્શન પણ ભક્તોને કરાવ્યા હતા આ પસંગે સંસ્થાપક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી (પૂજ્ય ગુરુજી) સંત મંડળ સાથે વિશેષ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પણ આપ્યા હતા આ પ્રસંગે વિશાળ ભકતો ઉપસ્થિતિ સાથે રાજદ્વારી તેમજ સમાજના અન્ય શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગ સૌને યાદ રહે તેવી એક સેવા અનાજ ની કીટ વિતરણ કરી અનેક પરિવારને સંસ્થાએ મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ચોખા ,મગ દાળ ,તુવેર દાળ ,તેલ ,ઘઉંનો લોટ, ખાંડ, મીઠું આપી છેવાડાના માનવીના આશીર્વાદ પણ લીધા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.