હળવદમાં સેન્ટીંગ કામ બાબતે માથાકૂટમાં ત્રણ ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત - At This Time

હળવદમાં સેન્ટીંગ કામ બાબતે માથાકૂટમાં ત્રણ ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત


બે ઈજાગ્રસ્ત ભાઈઓને સારવાર માટે રાજકોટ ખસેડાયા

હળવદના ગોરી દરવાજા પાસે બાંધકામ સાઈટ પર કામ કરી રહેલ ત્રણ ભાઈઓને સેન્ટીંગ કામ બાબતે માથાકૂટ થતા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો અને છરી વડે ત્રણેય ભાઈઓ પર હુમલો થતા એક યુવાનનું મોત થયું છે જયારે બેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નવા ઈશનપુરના રહેવાસી રવિ સોનગ્રા, હિરેન સોનગ્રા અને જયદીએ હળવદના ગોરી દરવાજા પાસે બાંધકામ સાઈટ ખાતે કામ રાખ્યું હતું અને ગઈકાલે સાંજના સુમારે સાઈટ પર છત ભરાઈનું કામ કરનાર કારીગરો સાથે સેન્ટીંગ કામ બાબતે બોલાચાલી થતા છત ભરાઈ કામના કારીગર પિતા અને પુત્ર ત્યાંથી નીકળી ગયા હતા અને બાદમાં અન્ય ચાર પાંચ લોકોને સાથે લાવ્યા હતા અને તમામ લોકો છરી લઈને તૂટી પડ્યા હતા
ત્રણ ભાઈઓ પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન રવિ ખોડાભાઈ સોનગ્રા (ઉ.વ.૨૮) નામના યુવાનનું મોત થયું હતું તો હિરેન અને જયદીપ નામના બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૃતક રવિભાઈ ત્રણ દીકરીના પિતા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે અને ત્રણ માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.