હિંમતનગરના વિરાવાડામાં તસ્કરોનો તરખાટ: ત્રણ મકાનના તાળા તૂટ્યા, એક મકાનમાંથી 3.15 જેટલા લાખની મત્તાની ચોરી, CCTVમાં 3 લોકો જોવા મળ્યા - At This Time

હિંમતનગરના વિરાવાડામાં તસ્કરોનો તરખાટ: ત્રણ મકાનના તાળા તૂટ્યા, એક મકાનમાંથી 3.15 જેટલા લાખની મત્તાની ચોરી, CCTVમાં 3 લોકો જોવા મળ્યા


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરાવાડા ગામે બે દિવસ પહેલા રાત્રીના સમયે હાડ થીજાવતી ઠંડીનો લાભ લઇ તસ્કર ટોળકીં ત્રાટકીં હતી અને ત્રણ બંધ મકાનના તાળા તોડ્યા હતા. અને એક મકાનમાંથી રૂ 3.15 લાખની મત્તાની ચોરી કરી લઇ જતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામા આવી છે. જેને લઈને પોલીસે એફએસએલ, ડોગ સ્કોર્ડ અને ફિંગર પ્રિન્ટ વિભાગની મદદથી તપાસ હાથ ધરી છે. જ્યારે ગામમાં પ્રવેશદ્વાર પાસે સીસીટીવીમાં ત્રણ લોકો આવતા-જતા જોવા મળ્યા છે. જેને લઈને ગાંભોઈ પોલીસ સીસીટીવી કબજે લઈને તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરનાવિરાવાડા ગામે 22 ડીસેમ્બરની રાત્રીના સમય તસ્કર ટોળકીં ત્રાટકીં હતી. ગામમાં પટેલ ફળિયામાંથી એક બાઈક ચોરાઈ હતી. જ્યારે રામફળિયામાં કાન્તી મગનભાઈ પટેલ અને કમલેશ ડાહ્યાભાઈ પટેલના બંધ મકાનના તાળા તૂટ્યા હતા. જોકે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોધવામા આવેલી ફરિયાદ મુજબ વિરાવાડા ગામમાં સુરપુર રોડ પર આવેલમહેન્દ્ર ડાહ્યાભાઈ ચમારના મકાનમાં તસ્કરોએ મકાનના આગળના દરવાજાને લગાવેલુ લોક તોડી નાખી દરવાજો ખોલી મકાનની અંદર પ્રવેશ કરીને મકાનના પાછળના ભાગના રૂમની અંદર મુકેલ લાકડાનીતિજોરી તોડીને સોના-ચાંદીના દાગીના તથા પૈસા મુકેલ તે ડ્રોવર ખોલી ચાંદીના કલ્લા આશરે 300 ગ્રામના કીં.રૂ.27000,તથા બે જોડ ચાંદીના રમજા આશરે 150-150 ગ્રામના કૂલ 300 ગ્રામ કીં.રૂ.27000 નાહતા. તેમજ સોનાની લક્કીં આશરે વજન 0.8 ગ્રામની કીં.રૂ.56000,સોનાનો દોરો એક તોલાનો કીં.રૂ.70,000 તેમજ સોનાના જુમ્મર તથા સેરવાળી બુટ્ટી વજન આશરે 0.6 ગ્રામ કીં.રૂ.42000,સોય દોરા પેટર્નની બુટ્ટી આશરે 4 ગ્રામ વજનની કીં.રૂ.28000,તથા રોકડ રૂ 65000 હજાર મળીને કૂલ રૂ 3,15,000 ની મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે FSL, ડોગ સ્કોર્ડ અને ફિંગરપ્રિન્ટની મદદથી તપાસ હાથ ધરી છે જયારે ગામમાં જાપા પાસે તસ્કરો  સીસીટીવીમાં કેદ થયા છે જેને લઈને પોલીસે સીસીટીવી કબજે લીધા છે અને તપાસ હાથ ધરી છે.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.