ગળોદર વતની પોલીસ કર્મી તથા માણાવદર પોલીસની પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકો ને બચાવકાર્ય દરમ્યાન માતા તથા તેના આઠ દિવસના બાળકને બચાવી સલામત વિસ્તારમાં ખસડવાની સુંદર કરવાથી ને એસ પી દ્વારા બિરદાવવામાં આવ્યું.
માળીયા હાટીના ના ગળોદર વતની કે જેઓ પોલીસ તંત્રમાં જુનાગઢ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે હાટી ક્ષત્રિય સમાજના યુવાન ચાપરાજભાઈ લુણવિરભાઈ સિંધવ જે હાલ માણાવદર પોલીસ માં ફરજ બજાવે છે જેના દ્વારા હાલ માં થયેલ ભારે વરસાદ ને લીધે પાણી માં ફસાયેલ અનેક લોકો ને ભારે જહેમત દ્વારા તેમને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં પોતાની ટીમ સાથે ખડે પગે આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની પરવા કર્યા વિના મુસીબતમાં ફસાયેલ લોકોની મદદ માટે સમય જોયા વિના બચત કાર્યમાં જોડાયા છે આ તકે માણાવદર વિસ્તારમાં એક માતા પોતાના માત્ર આઠ દિવસની બાળક સાથે પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાઈ હોવાની માહિતી મળતા તાત્કાલિક માતા તથા બાળક નું રેસ્ક્યું હાથ ધરી ચાલુ વરસાદે માતા તથા બાળકને ખાટલામાં બેસાડી ખાટલો ઊંચકી માતા તથા બાળકને સલામત સ્થળે ખસેડી બંને નો જીવ બચાવવા આવ્યો હતો અને પોલીસ લોકો ની સાથે દરેક વિકટ પરિસ્થિતિ માં મદદરૂપ થાય છે તેમનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે માણાવદર પોલીસના આ કાર્યને જુનાગઢ જીલ્લાના એસ પી શ્રી હર્ષદ મહેતા દ્વારા માણાવદર ખાતે પુર ગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવવા હાલ આવી પોલીસ વિભાગના કાર્ય ને બિરદાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.