ચાય પે ચર્ચાની સાથે હવે વૃક્ષા રોપણ પર ચર્ચાનો નવો અભિગમ..! કોઈની સાથેની મુલાકાતને જીવનભર યાદ રૂપે કંડારવા વૃક્ષા રોપણની પરંપરા શરૂ કરાઈ
ચાય પે ચર્ચાની સાથે હવે વૃક્ષા રોપણ પર ચર્ચાનો નવો અભિગમ..!
કોઈની સાથેની મુલાકાતને જીવનભર યાદ રૂપે કંડારવા વૃક્ષા રોપણની પરંપરા શરૂ કરાઈ
પર્યાવરણ પ્રેમી જીતુભાઈ મહેમાનો અને મુલાકાતીઓ સાથે ચર્ચા કરતા તેમની પાસે વૃક્ષા રોપણ કરાવે છે.
ભારત એ વિભિન્નતામાં ભિન્નતા ધરાવતો દેશ છે. અહીની સંસ્કૃતિ અને સંસ્કારો એ રાષ્ટ્ર અને સમાજની એક અનૌખી ઓળખ રહી છે. ત્યારે ભારતમાં મહેમાનોની આગતા સાગતા અને સન્માન ખૂબ પ્રાચીન પરંપરા રહી છે. જોકે આ પરંપરાઓને નિભાવવાની રીતભાત પણ મહેમાનોની મુલાકાતને યાદગાર બનાવતી હોય છે. કઈક આવી જ રીતભાત જોવા મળી રહી છે ઋષિવન ખાતે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈની મુલાકાતે આવતા મુલાકાતીઓની કે જ્યાં મહેમાનનું સ્વાગત તો આપણી સંસ્કૃતિ પ્રમાણે કરાય છે પરંતુ સાથે સાથે જીતુભાઈ પોતાના મહેમાન બનેલા કોઈ સંસ્થાના પ્રતિનિધિ કે પોતાના સગા વ્હાલા કે પછી મિત્રો અને સ્નેહીજનોને પોતાની સાથે ચર્ચા કરવાની સાથે તેમને સાથે રાખી વૃક્ષા રોપણ કરાવે છે. આ એક અનૌખા પ્રયાસ થી મુલાકાતીની જીતુભાઇ સાથેની ચર્ચા અને તેમના હાથે રોપાયેલ વૃક્ષ બન્ને યાદ રૂપે તે બન્નેના જીવનમાં કંડારાઈ જાય છે. જીતુભાઈના આ પ્રયાસ થકી મુલાકાતીઓ સાથેની ચર્ચા અને પર્યાવરણ માટે કરાતું યોગદાન બન્ને શક્ય બની જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
