મેંદરડા જુનાગઢ બાયપાસ રોડનું 14 કરોડ 14 લાખ ના ખર્ચે નવીનીકરણ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ ના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવેલ
મેંદરડા ઈવનગર જુનાગઢ બાયપાસ રોડ નું આખરે નવીનીકરણની લીલી ઝંડી
14 કરોડ 14 લાખના ખર્ચે મેંદરડા જુનાગઢ બાયપાસ રોડનું આજે જિલ્લા પંચાયત પ્રમુખના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ
મેંદરડા થી સાસણ ગીર સોમનાથ દીવ સહિતના વિવિધ પર્યટન સ્થળોએ જતાં પ્રવાસીઓ ને રાહત થસે
મેંદરડા તાલુકા ની જનતા ઘણા વર્ષોથી જુનાગઢ બાયપાસ રોડ અંગે હાલાકી ભોગવી રહ્યું હતું જેનો આતુરતા નો અંત સાથે ખુશીના સમાચાર તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ મુલાકાત આવેલા ત્યારે આ રોડ અંગે ચર્ચા વિચારણા કરી આ રોડનું નવીનીકરણ કરવા અંગે લીલી ઝંડી આપવામાં આવેલ હતી જેનો આજરોજ સહીદ ભગતસિંહ ના સ્ટેચ્યુ પાસે આજે સવારે જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ અને મેંદરડા તાલુકા ભાજપ પ્રમુખ સહીત તમામ આગેવાનો સાથે ખાતમુહૂર્ત કરી રોડનું કામ શરૂ કરવા માટે અને તમામ આગેવાનો દ્વારા જાહેર કરવામાં આવેલ હતુ કે આ રોડની કામગીરીમાં સમય સમયે આગેવાનો દ્વારા સ્થળ મુલાકાત કરી કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર ન થાય અને ઉચ્ચ ગુણવત્તા વાળો રોડ બને તેવી બાંહેધરી આપવામાં આવેલ હતી
જુનાગઢ થી મેંદરડા બાયપાસ રોડ પરથી સાસણ તાલાળા ગીર સોમનાથ દીવ કોડીનાર પ્રાચી, માધવપુર આકોલવાડી મેંદરડા સહિતના ગામોને જોડતો રોડ અતિ ઉપયોગી હોવાથી આ તમામ શહેરની જાહેર જનતાને લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ આપવામાં આવેલ છે
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.