નારી વંદન ઉત્સવ અન્વયે મહિલાલક્ષી સાફલ્યગાથાની શ્રેણી – 4 - At This Time

નારી વંદન ઉત્સવ અન્વયે મહિલાલક્ષી સાફલ્યગાથાની શ્રેણી – 4


મહિલાઓનો બને છે આધાર
સંવેદનાસભર રાજ્યસરકાર

રાજ્યની નિરાશ્રિત બહેનો માટે વરદાનરૂપ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના

જિલ્લામાં કુલ 14,191 બહેનોને મળી રહ્યો છે સરકારશ્રીનો આધાર: એપ્રિલ 2022થી ઓગસ્ટ 2022 સુધીમાં રૂ.9 કરોડથી વધુની સહાય ચૂકવાઇ

રાજ્ય સરકારની અનેક મહિલાલક્ષી પહેલના કારણે આજે રાજ્યની મહિલાઓ સ્વમાનભેર ઉન્નત મસ્તકે જીવન જીવી રહી છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલા અને બાળકોના કલ્યાણ, સશક્તિકરણ તેમજ સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, તેમાની જ એક યોજના એટલે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. મહિલાઓ માટે જીવનનો આધાર સાબિત થતી આ યોજના અંતર્ગત રાજ્યની મહિલાઓ આર્થિક રીતે પગભર બની સ્વમાનભેર પોતાનું જીવન વ્યતિત કરી શકે તે માટે દર મહિને રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને રૂપિયા 1,250ની સહાય આપવામાં આવે છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના નિરાશ્રિત બહેનોને આર્થિક સહાય દ્વારા સન્માનપૂર્વક જીવવાનો અધિકાર આપે છે તેમનો આધાર પૂરવાર થઈ રહી છે.

બોટાદ જિલ્લામાં કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ બહોળા પ્રમાણમાં ગંગા સ્વરૂપા આર્થિક યોજનાનો લાભ જિલ્લાના જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપા બહેનોને આપવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લામાં કુલ 14,191 ગંગા સ્વરૂપ બહેનોને એપ્રિલ 2022થી ઓગસ્ટ 2022 સુધીમાં રૂ. 9 કરોડથી વધુની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી ચૂકવી દેવામાં આવી છે. આમ, નિરાશ્રિત બહેનો માટે આ યોજના એક વરદાનરૂપ સાબિત થઇ રહી છે. આ યોજનાનો લાભ વધુમાં વધુ મહિલાઓ સુધી પહોંચે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી બી.એ. શાહના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાની ટીમ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.