સિહોર નગરપાલિકામાં જો કોંગ્રેસ સતા પર આવશે તો તમામ જુના કૌભાંડો ની તપાસ થશે અને લોકોના પૈસા પરત વસુલવામાં આવશે : જયરાજસિંહ મોરી - At This Time

સિહોર નગરપાલિકામાં જો કોંગ્રેસ સતા પર આવશે તો તમામ જુના કૌભાંડો ની તપાસ થશે અને લોકોના પૈસા પરત વસુલવામાં આવશે : જયરાજસિંહ મોરી


સિહોર નગરપાલિકામાં છેલ્લા ૨૫ વર્ષોમાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ભરડો લઈ ચુક્યો છે. હાલમાં નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકોમાં સિહોર શહેર કોંગ્રેસ નિષ્ક્રિય હોવાની ખોટી પાયાવિહોણી વાતો ફેલાવવામાં આવી રહી છે તથા સોશિયલ મીડિયામાં મેસેજો મુકાઈ રહયા છે આ વાત તદ્દન ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે. હકીકતમાં સિહોર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે હંમેશા એક જવાબદાર અને સક્રિય વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે ભૂમિકા ભજવી છે. અનેક કૌભાંડો ખુલા પાડ્યા છે અને અનેક વખત ખોટું થતા અટકાવ્યું છે. આ માટે કોંગ્રેસ પક્ષે અનેક આંદોલનો પણ કર્યા છે અને અનેક વખત કોંગ્રેસના કાર્યકર્તાઓ એ કોઈ પણ વ્યક્તિગત સ્વાર્થ વિના લોકહિત માટે થઈ ને અટકાયતો પણ વ્હોરી છે. અનેક વખત પુરાવાઓ સાથે રજૂઆતો પણ થઈ છે અને જરૂર પડી છે ત્યાં પુરાવાઓ પણ આપ્યા છે. પરંતુ નીચે થી લઈને ઉપર સુધી ભ્રષ્ટચાર માં ખરડાયેલા ભાજપ પક્ષના મોવડી મંડળ દ્વારા યેન કેન પ્રકારે આ ફાઈલો સતાના જોર નીચે પોતાની સતાનો દુરુપયોગ કરીને આ ફાઈલો દબાવી રાખી છે જેના કારણે દોષીતો પર કાર્યવાહી થઈ શકી નથી અને લોકોમાં વિપક્ષ ની ભૂમિકા અંગે ખોટી વાતો ફેલાવવામાં આવે છે. જેના ઉદાહરણ રૂપે તા. ૦૫/૦૭/૨૦૧૪માં કોંગ્રેસ પક્ષના તત્કાલીન વિપક્ષ નેતા વિજયભાઇ આલ દ્વારા પાણી પુરવઠા લાઈનમાં થયેલ કૌભાંડ અંગે ફરિયાદ દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવેલ. જેના ભાગરૂપે તે સમયના ડે. કલેક્ટર શ્રી દ્વારા ઊંડી તપાસ કરવામાં આવેલ અને આ કૌભાંડમાં આશરે ૧૦ કરોડ ની રકમનો ગેરવાહીવટ થયો હોવાનું અને જે તે દોષીતો ની જવાબદારી નકી કરી તેમના પર ગુજરાત મ્યુન્સિપાલિટી એક્ટ ની કલમ - ૭૦ તથા ૨૫૮ મુજબ કાર્યવાહી કરવા અહેવાલ ઉપર લેવેલે સુપ્રત કરેલ. પરંતુ આજદિન સુધી એક પણ દોષિત વિરુદ્ધ કોઈ કાર્યવાહી થયેલ નથી. ડે. કલેક્ટરનો સમગ્ર તપાસ અહેવાલ આર.ટી.આઈ. દ્વારા મેળવેલ છે અને કોઈપણ નગરજનો મેળવી શકે છે. આમ જો કોંગ્રેસ પક્ષ સતા પર આવશે તો આવા તમામ કૌભાંડ કરનાર દોષીતો સામે કાર્યવાહી કરવામાં આવશે અને લોકોના એક એક પૈસાનો હિસાબ લેવામાં આવશે. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image