ભાવનગર રેલવે ડિવિઝનમાં મુસાફરોની સુવિધા માટે પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા - At This Time

ભાવનગર રેલવે ડિવિઝનમાં મુસાફરોની સુવિધા માટે પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા


ભાવનગર રેલવે ડિવિઝનમાં મુસાફરોની સુવિધા માટે પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના સ્ટેશનો પર પીવાના સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રેલવેએ ઉનાળાની ઋતુમાં સ્ટેશનો પર આવતા મુસાફરો માટે પીવાના સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. ભાવનગર રેલ્વે મંડલ પર, રેલ્વે વહીવટીતંત્ર મુસાફરોને મફત સાદું અને ઠંડુ પીવાનું પાણી પૂરું પાડે છે. ભાવનગર રેલવે ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર આવેલા વોટર બૂથ અને વોટર કૂલરમાં લગાવવામાં આવેલા નળમાંથી પીવાનું પાણી મેળવી મુસાફરો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. ભાવનગર રેલવે ડિવિઝનના તમામ સ્ટેશનોના પ્લેટફોર્મ પર મુસાફરોને પીવાનું પાણી પૂરું પાડવા માટે વોટર બૂથ ઉપરાંત 72 વોટર કુલર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને 73 નાના સ્ટેશનો પર જરૂરિયાત મુજબ ઠંડા પીવાના પાણી માટે કુંડા/મટકા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદે જણાવ્યું હતું કે સ્ટેશનો પર કિઓસ્ક સ્થાપિત કરવા/વોટર કુલર આપવા માટે એનજીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાલક્ષી સંસ્થાઓ થી પણ પહેલ કરવામાં આવી છે.મુસાફરોની સુવિધા તથા મોનિટરિંગ અને ભીડ વ્યવસ્થાપન માટે પૂરતો ટિકિટ ચેકિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.