સબ ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ ગાંધીધામ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન - At This Time

સબ ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ ગાંધીધામ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન


પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન ના સબ ડિવિઝનલ હોસ્પિટલ ગાંધીધામ ખાતે કેન્સર સ્ક્રીનીંગ, સ્ત્રીરોગ રોગો, થાઇરોઇડ સંબંધી સમસ્યાઓ અને દાંતના રોગો તપાસ માટે એક વ્યાપક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નું આયોજન ડિવાઇન લાઇફ હોસ્પિટલ, ગાંધીધામ અને એસએસઓ કેન્સર કેર, અમદાવાદના સહયોગ થી કરવામાં આવ્યું.
આ કેમ્પ માં કુલ 83 રેલવે લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમણે તબીબી પરીક્ષણ અને જરૂરી સારવાર મેળવી હતી. આ લાભાર્થીઓમાં કુલ સાત શંકાસ્પદ કેસોની ઓળખ કરવામાં આવી હતી., જેમાં સંભવિત કેન્સર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમાવેશ થતો હતો. આમાં એક થાઇરોઇડ કેન્સરનો શંકાસ્પદ કેસ, એક સર્વાઇકલ ટીબીનો કેસ, ત્રણ મોંના કેન્સરના શંકાસ્પદ કેસ, એક ફાઇબ્રોએડેનોસિસનો અને એક લાઈપોમા નો કેસ શામેલ છે.
સ્ત્રી રોગની શ્રેણીમાં ત્રણ કેસની ઓળખ કરવામાં આવી હતી - એક વેજાઈનલ કેન્ડિડાયાસીસ, એક પોસ્ટમેનોપોજલ રક્તસ્રાવ અને વ્હાઇટ ડિસ્ચાર્જ નો કેસ સામેલ છે. તપાસ અંતર્ગત કુલ 15 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં 7 પેપ સ્મીયર અને 10 બ્લડ સેમ્પલ સામેલ છે. આનાથી વધુ 5 અલ્ટ્રાસોનોગ્રાફી (USG) રેડિયોલોજીકલ તપાસ પણ કરવામાં આવી.
ડેન્ટલ ટીમ દ્વારા કુલ 10 દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી, જેમાં 3 સ્કેલિંગ, 2 રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (RCT), એક ફિલિંગ, 2 કેપિંગ અને 2 એક્સટ્રેક્શન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બધા શંકાસ્પદ અથવા રોગગ્રસ્ત દર્દીઓને વધુ તપાસ અને સારવાર માટે યોગ્ય કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું અને જરૂરી રેફરલ્સ કરવામાં આવ્યા હતા જેથી તેઓ સમયસર યોગ્ય સારવાર મેળવી શકે.
આ પહેલ સબ-ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ, ગાંધીધામ અને તેની સહયોગી સંસ્થાઓની રેલ્વે લાભાર્થીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે,

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image