દહેગામના અહમદપુરા ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ તથા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
દહેગામ તાલુકાના અહમદપુરા ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ તથા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..
દહેગામ તાલુકામાં અહમદપુરા ગામમાં નવ નિર્માણ પામેલ મંદિરમાં શ્રી સુરેશ્વર મહાદેવ, જોગણીમાતાનો તથા સંતોષીમાતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર અહમદપુરા ગામ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે નવ નિર્માણ પામેલ મંદિરમાં હોમ યજ્ઞ માતાજીની સ્તુતિ સાથે ભગવાન સુરેશ્વર મહાદેવ તથા માતાજીના ફોટાનો અભિષેક કરવામાં આવ્યો હતો. સાંજે સમગ્ર ગામ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા રસીકો દ્વારા લોકપ્રિય ગાયક બેચરજી ઠાકોર દ્વારા માતાજીના ગરબાની મોજ માણી હતી. આ પ્રસંગે ગામના સરપંચ, ગ્રામજનો દ્વારા આ પ્રસંગને પરિપૂર્ણ કરવા ખુબ મહેનત કરી હતી.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
