સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ દ્વારા એક આધ્યાત્મિક અને સ્વાસ્થ્ય વિકાસ શિબિર નું આયોજન થયુ
આજ રોજ તા.૨૩-૧૧-૨૦૨૨ બુધવાર ના રોજ માંગરોળ માં સ્વસ્થ્ય એવં અધ્યામિક વિકાસ શિબિર નું સુંદર આયોજન બપોરે ત્રણ થી છ એમ ત્રણ કલાક ની શિબિર નું લોહાણા મહાજન વાળી માં સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા કરવા માં આવેલું
કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટય થી કરવા માં આવેલું ત્યાર બાદ મેરઠ (ઉત્તરપ્રદેશ) થી ઉપસ્થિત રહેલા ડો.ગોપાલ શાસ્ત્રી જી દ્વારા ધ્યાન અભ્યાસ ઉર્જા સભર અને અધ્યામિક ની સાથે સ્વસ્થતા સંદર્ભે સુંદર પ્રવચન અને કાર્યક્રમ ની શરૂઆત માં અદભૂત પ્રાર્થના સાંધીક રીતે કરવા માં આવી.
ઇશ હમેં દે તે હે સબકુછ, હમ ભી તો કુછ દેના શીખે
જો કુછ હમેં મિલા હે પ્રભુ સે,વિતરણ ઉસકા કરના શીખે
ત્યાર બાદ જલારામ ડેરી ના માલિક શ્રી ભરતભાઇ રૂપારેલીયા જેઓ જૂનાગઢ થી વિશેષ પધારેલા એમણે પોતાના જીવન માં આ શિબિર કર્યા પછી એમના જીવન માં આવેલ પરિવર્તન અને અનેક રોગો થી મુક્તિ નો સ્વાનુભવ કહ્યું હતું
શિબિર માં આકાશવાણી રેડીઓ ના ભરતભાઇ કરમટા, તપ સેવા સુમિરન જૂનાગઢ ના ભરતભાઇ રૂપારેલીયા,અધ્યક્ષ મારકણા સાહેબ,મનોજભાઈ ગૌદાણા, રમેશભાઈ ધડુક, નિરવભાઈ ગૌદાણા વિશેષ ઉપસ્થિત રહેલા.
શિબિર માં સંજીવની નેચર ફાઉન્ડેશન ના નરેશભાઈ ગોસ્વામી,ઉપ્રમુખ નિલેશભાઈ રાજપરા,શિવમ ચક્ષુદાન ના નાથાભાઇ નંદાણીયા, ચેમ્બર્સ ઓફ કોમર્સ ના હરીશભાઈ રૂપારેલીયા,વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા, પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી,મેહુલભાઈ વૈષ્ણવ,જયેશભાઇ માલમ, વંદેમાતરમ ગ્રુપ ના સુદીપભાઈ ગઢિયા અને સમાજ ના અનેક અગ્રણીઓ કાર્યકર્તા મિત્રો અને માતા બહેનો એ આ શિબિર નો લાભ લીધેલો
રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.