*સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ના હરસોલ માં આવેલ વિઠ્ઠલનગર માં પીવા ના પાણી ની સમસ્યા* - At This Time

*સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ના હરસોલ માં આવેલ વિઠ્ઠલનગર માં પીવા ના પાણી ની સમસ્યા*


*સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ના હરસોલ માં આવેલ વિઠ્ઠલનગર માં પીવા ના પાણી ની સમસ્યા*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*

સાબરકાંઠા જિલ્લાના તલોદ ના હરસોલ ખાતે આવેલ વિઠ્ઠલનગર નગર છેલ્લા કેટલાક સમયથી પાણી ની સમસ્યા સર્જાતા મહિલાઓ રોષે ભરાઈ પંચાયત ના પદાધિકારી ઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો.આં અંગે મળતી વિગતો મુજબ તલોદ તાલુકાના હરસોલ ખાતે રામપુરા પાણી પુરવઠા યોજના અંતર્ગત 42 ગામોને પાણી નો પુરવઠો પૂરો પાડવામાં આવે છે પણ વિઠ્ઠલનગર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી હરસોલ સહિત તલોદ તાલુકાના ૭૦ ટકા ગામડાઓમાં પાણી ન આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જ્યારે આ પાણી ફતેપુર થી સપ્લાય થાય છે જ્યારે છેલ્લા અઠવાડિયાથી પાઇપ લાઇન નું રિપેરિંગ કામ કાજ ચાલુ છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રિપેરિંગ કામ ધીમી ગતિએ ચાલુ હોવાથી લોકો ને પાણી નથી મળી રહ્યું. જ્યારે હરસોલ મહિલાઓ પાણી માટે રોડ ઉપર ઉતરી આવી છે. સ્માર્ટ ગુજરાત સ્માર્ટ યોજનાઓ ની પથારી ફેરવી નાખી છે અધિકારીઓ જ્યારે આવા પ્રોબ્લેમ તો છાસ વારે ને છાશ વારે બનતા હોય છે અને અધિકારીઓ એક જવાબ હોય છે રીપેરીંગ કામ કાજ ચાલુ છે બસ આવી જ રીતે અધિકારીઓ હાથ ઉંચા કરી નાખે છે જ્યારે કેટલાક ગામડાઓના લોકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે પાઇપલાઇન રિપેરિંગ કરવામાં આવે અને પાણી ગામડાઓમાં આવી તેવી માંગ ઉઠી છે
હરસોલ તેમજ આજુબાજુના ગામોમાં પાણી ન આવતાં હરસોલ ગામ પંચાયત તલાટી પ્રવીણ ભાઈ ઓડે જણાવ્યું કે હું છેલ્લા કેટલાક સમયથી પાણી ન આવતા પાણી પુરવઠા જૂથ યોજના ના અધિકારી કવન કુમાર મહેન્દ્રભાઈ પટેલ રજુઆત કરવામાં આવી હતી પરંતુ પાણી પુરવઠા જૂથ ના અધિકારીઓ પેટમાં થી પાણી હલતું નથી કામ કાજ બેદરકારી કરતા હોય તેવું દેખાય છે.આ અંગે પાણી પૂરવઠા જૂથ ના અધિકારી કવન કુમાર મહેન્દ્રભાઈ પટેલ આઉટ સોસ એન્જિનિયર સાથે સપૅક કરતા જણાવ્યું હતું કે ટીબા કંપા ઈલેક્ટ્રીક થાંભલા નું કામકાજ ચાલુ હોવાથી પાઇપલાઇન તૂટી ગઈ હતી જેનું રીપેરીંગ કામ કાજ ચાલુ છે એ થોડા સમયમાં રીપેરીંગ થઈ જશે તેવું જણાવ્યું હતું.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.