મેંદરડા પોલીસ દ્વારા ગંગેડી આશ્રમ અને માનસિક અસ્થિર વિકલાંગ બાળકો વૃદ્ધો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી - At This Time

મેંદરડા પોલીસ દ્વારા ગંગેડી આશ્રમ અને માનસિક અસ્થિર વિકલાંગ બાળકો વૃદ્ધો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી


મેંદરડા પોલીસ દ્વારા ગંગેડી આશ્રમ અને માનસિક અસ્થિર વિકલાંગ બાળકો વયો વૃદ્ધો સાથે મકરસંક્રાંતિ ની ઉજવણી કરવામાં આવેલ
જુનાગઢ જિલ્લા એસપી હર્ષદ મહેતા ના વિચારો પોલીસ પ્રજાનો મિત્ર સાર્થક કરવા માટે એસપી હર્ષદ મહેતા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા તથા તાલુકા મથકના પોલીસ સ્ટેશન હેઠળ વિવિધ રીતે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વાય.પી.હડિયા ના વડપણ હેઠળ મેંદરડા ના સમઢીયાળા પાસે આવેલ ગંગેડી આશ્રમ ખાતે ૧૫૦ જેટલા વૃદ્ધો અને માનસિક રીતે અસ્થિર વિકલાંગ બાળકો સાથે સમય વિતાવી તેઓને મમરા તલ ના લાડુ સિંગ ની ચીકી વગેરે વિતરણ કરવામાં આવેલ
તેમની સાથે પતંગ ચગાવી પોતાના પણા નો ભાવ દર્શાવી તેઓ નિરાધાર નથી તેઓ અહેસાસ કરાવેલ અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરી મેંદરડા પીએસઆઇ વાય.પી હડિયા તથા મેંદરડા સી ટીમ પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ હતી
મકરસંક્રાતિના તહેવાર પર આગોતરું આયોજન કરી પોલીસ સ્ટાફ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ હતું

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.