સાયલા ની અમરાપુર પ્રાથમિક શાળા ખાતે અમરાપુર, વાટાવચ્છ, ઉમાપર પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો
સાયલા ની અમરાપુર પ્રાથમિક શાળા ખાતે અમરાપુર પ્રાથમિક શાળા, વાટાવચ્છ પ્રાથમિક શાળા અને ઉમાપર પ્રાથમિક શાળા નો સંયુક્ત વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી.ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી. અમરાપુર શાળાના ઉત્સાહી આચાર્ય ચંદ્રિકાબેન ડી પરમાર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પુષ્પગુચ્છ અને પુસ્તક આપી મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું. શિક્ષણ ક્ષેત્રમાં જ 50 વર્ષ પૂરાં કરનાર ચંદ્રકાંતભાઈ વ્યાસ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તથા ચંદ્રકાન્તભાઈ વ્યાસ દ્વારા શાળાના બાળકોને સ્વેટરની ભેટ આપવામાં આવી તેમજ કાર્યક્રમ નિમિત્તે 5000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોએ શાળાની વ્યવસ્થા અને બાળકોને બિરદાવ્યા હતા. અંતે બાળકો માટે તિથિ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
શાળા ના વાર્ષિકોત્સવ કાર્યક્રમ માં રાજસોભાગ આશ્રમ સાયલા સંચાલિત 'પ્રેમની પરબ' પ્રોજેક્ટના ડાયરેક્ટર ચંદ્રકાંતભાઈ વ્યાસ ,વાટાવચ્છ ગામના પૂર્વ સરપંચ જીલુભાઈ ખવડ ,તાલુકાના પૂર્વ બી આર સી ઘનશ્યામભાઈ ચાવડા, સુદામડા ક્લસ્ટર સી આર સી વિનોદભાઈ સાપરા, પેટા શાળાના આચાર્ય શિક્ષક મિત્રો તેમજ ગ્રામજનો અને ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં અમરાપુર આચાર્ય ચંદ્રિકાબેન પરમાર , વાટાવચ્છ શાળાના આચાર્ય અશિષભાઇ અગ્રાવત, ઉમાપર શાળાના આચાર્ય દિનેશભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.