ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ ઘરફોડ ચોરી તેમજ મોબાઇલ ચોરીના ગુન્હા ઉકેલી ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ - At This Time

ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ ઘરફોડ ચોરી તેમજ મોબાઇલ ચોરીના ગુન્હા ઉકેલી ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ


ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ ઘરફોડ ચોરી તેમજ મોબાઇલ ચોરીના ગુન્હા ઉકેલી ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ ઘરફોડ ચોરી તેમજ મોબાઇલ ચોરીના ગુન્હા અટકાવવા સારૂ તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ આર.ટી.ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસમાં કાર્યરત રહેલ.
તા.૧૪/૦૭/૨૦૨૪ ના રોજ અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ જેણે બદને લાલ કલરની અડધી બાયની ટીશર્ટ તેમજ કમરે કાળા કલરનુ લોઅર પહેરેલ છે. જે રીક્ષા લઇને ઇડર થી હિંમતનગર તરફ આવે છે જેની પાસે ચોરીના મોબાઇલ ફોન છે.જે હકીકત આધારે હિંમતનગર ધાણધા ફાટક પાસે છુટાછવાયા ગોઠવાઇ ગયેલ અને ઉપરોક્ત હકીકતવાળો ઇસમ રીક્ષા લઇને આવતા સદરી ઇસમને રીક્ષામાથી નીચે ઉતારી તેનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ અલ્તાફ ઉર્ફે અલ્લુડી ઇદ્રીશભાઇ મેમણ ઉ.વ.૨૨ રહે,રોયલ સોસાયટી, આર.ટી.ઓ પાસે, સવગઢ, તા.હિંમતનગર જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવતા સદરી ઇસમની અંગ ઝડતી કરતા લોઅરના બંન્ને ખીસ્સામાથી પાંચ મોબાઇલ તેમજ એક ચાંદીનો કંદોળો મળી આવેલ જેના આધાર પુરાવા બાબતે સદર ઇસમની યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા પોતે સદર મોબાઇલ ઇડર -હિંમતનગર હાઇવે ઉપરથી નવીન બનતા કોમ્પલેક્ષમાથી તેમજ ચાંદીનો કંદોળો ઇડર –હિંમતનગર હાઇવે ઉપર આવેલ ફેકટરીની ઓરડીમાથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવતો હોય જે બાબતે ઇડર પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૪૦૮૭૯/૨૦૨૪ બી.એન.એસ.૩૩૧(૩)(૪),૩૦૫ મુજબ તથા ઇડર પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૪૦૮૮૦/૨૦૨૪ બી.એન.એસ.૩૦૩(૨) મુજબના ગુન્હા નોધાયેલ હોય જે ગુન્હાના કામે આરોપીને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઇ),૧૦૬ મુજબ આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.આમ ઘરફોડ ચોરી તેમજ મોબાઇલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ તા.૧૪/૦૭/૨૦૨૪


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.