બોટાદ જિલ્લાની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓતથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેની ફી મંજુર કરવામાં આવી - At This Time

બોટાદ જિલ્લાની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓતથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેની ફી મંજુર કરવામાં આવી


વર્ષ-૨૦૨૨-૨૩ માટેની ફી મંજુરીની નકલ બોટાદ પ્રાથમિક અને માધ્યમિક કચેરીના નોટીસ બોર્ડ પર લગાવાઇ

તમામ શાળાઓના નોટીસબોર્ડ પર ફી મંજુરીની નકલ લગાવવા સુચના અપાઇ

તા.૪ :- બોટાદ જિલ્લાની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ ( બોટાદ શહેરી વિસ્તાર સહિત) અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ગુજરાત સ્વનિર્ભર શાળા ( ફી નિયમન) અધિનિયમ-૨૦૧૭ અંતર્ગત ફી નક્કી કરવાની હોય છે. જે અંતર્ગત ઉક્ત નોન ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા વર્ષ-૨૦૨૨-૨૩ ની ફી નિર્ધારણ કરવા માટે સોંગદનામાં રજૂ કરવામાં આવ્યાં હતાં. જે સોંગદનામાના આધારે ફી નિયમન સમિતિ-સ્વનિર્ભર શાળાઓ, અમદાવાદ ઝોન, ગાંધીનગર દ્વારા બોટાદ જિલ્લાની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વર્ષ-૨૦૨૨-૨૩ માટેની ફી મંજુર કરવામાં આવી છે. જે દરેક શાળાના ફી મંજુરીના હુકમ કરવામાં આવેલ છે. વધુમાં ઉક્ત તમામ શાળાઓના નોટીસબોર્ડ પર લગાવવા શાળાઓને સુચના આપવામાં આવી છે.

આ તમામ શાળાઓના ફી નિયમન સમિતિ-સ્વનિર્ભર શાળાઓ, અમદાવાદ ઝોન, ગાંધીનગર દ્વારા મંજુર થઇ આવેલ ફી મંજુરીની નકલ બોટાદ પ્રાથમિક અને માધ્યમિક કચેરીના નોટીસ બોર્ડ પર પણ લગાવવામાં આવી છે. તેમ, જિલ્લા પ્રાથમિક અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.