બોટાદ જિલ્લામાં બાળ પ્રતિભાશોધ કલાઉત્સવનું ભવ્ય આયોજન: એન્ટ્રી સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૦ ઓગસ્ટ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dngtheufjy4awzyg/" left="-10"]

બોટાદ જિલ્લામાં બાળ પ્રતિભાશોધ કલાઉત્સવનું ભવ્ય આયોજન: એન્ટ્રી સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૦ ઓગસ્ટ


જિલ્લાકક્ષાએ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર મધ્ય ગુજરાત ઝોનમાં બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

બાળકો માટે લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય સહિતની અવનવી સ્પર્ધાઓનું આયોજન

રાજ્યમાં બાળકોને રમત ગમત અને કળા ક્ષેત્રે વધુને વધુ જાગૃત કરવા તેમજ બાળકોનો સર્વાંગી વિકાસ કરવાના હેતુથી બોટાદમાં બાળપ્રતિભા શોધ કલાઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, બોટાદ સંચાલિત જિલ્લાકક્ષાએ બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે. જેની એન્ટ્રી સ્વીકારવાની છેલ્લી તારીખ-૧૦/૦૮/૨૦૨૨ રહેશે.

આ બાળપ્રતિભા શોધ કલાઉત્સવમાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકૃત્વ સ્પર્ધા, ભજન, લોકવાર્તા, લોકવાદ્ય, નિબંધ, દોહા છંદ ચોપાઈ, સર્જનાત્મક કામગીરી સહિતના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લાકક્ષાએ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર મધ્ય ગુજરાત ઝોનમાં બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

કલાઉત્સવમાં ભાગ લેવા ઈચ્છતા બાળકોના વયજુથમાં અ વિભાગમાં ૭થી ૧૦ વર્ષ, બ વિભાગમાં ૧૧થી ૧૩ વર્ષ અને ખુલ્લા વિભાગમાં ૭થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. જેમા વયમર્યાદા માટે તા- ૩૧/૧૨/૨૦૨૨ને ધ્યાને લેવાની રહેશે. બાળપ્રતિભા શોધ સ્પર્ધા વિશે વધારે માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક કરી શકાશે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]