માલવણ આર્ટ્સ કોલેજમાં કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના હસ્તે વિદ્યાર્થી અભિવાદન કાર્યક્રમ યોજાયો. - At This Time

માલવણ આર્ટ્સ કોલેજમાં કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના હસ્તે વિદ્યાર્થી અભિવાદન કાર્યક્રમ યોજાયો.


કડાણા તાલુકાના માલવણ આર્ટ્સ કોલેજમાં પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ.કુબેરભાઈ ડીંડોર, કેબિનેટ મંત્રી, આદિજાતિ વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ગુજરાત સરકાર હાજર રહ્યા હતા. તેમણે ખૂબ જ પ્રેરણાદાયી વાત કરી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે સંસ્થાના આચાર્ય ડૉ સી.એમ પટેલે આવકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.વિમલ ગઢવીએ કર્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતી સંસ્થાનો પણ ઉલ્લેખ થયો અને કેરિયર કોર્નર અંતર્ગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. સેમેસ્ટર એકમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સેમેસ્ટર ત્રણ અને પાંચના વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું, અભિવાદન કર્યું. કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને આસપાસના વડીલો અગ્રગણીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image