હેમુ ગઢવી હોલ નજીક DCB કોન્સ્ટેબલે 7 મિત્ર સાથે ઇંડાં ખાધા, પૈસા માગ્યા તો બધાએ ભેગા થઈ 12 વર્ષના તરુણને 14 ધોકા ફટકાર્યા! - At This Time

હેમુ ગઢવી હોલ નજીક DCB કોન્સ્ટેબલે 7 મિત્ર સાથે ઇંડાં ખાધા, પૈસા માગ્યા તો બધાએ ભેગા થઈ 12 વર્ષના તરુણને 14 ધોકા ફટકાર્યા!


હેમુ ગઢવી હોલ નજીક ઇંડાંની લારીએ પોલીસમેન અને તેના મિત્રોની લુખ્ખાગીરી.

ફરિયાદી પાસેથી પણ તોડ કરવા માટે પંકાયેલી ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ સહિતના સ્ટાફની બદલી અને સસ્પેન્ડ કર્યા સહિતના પગલાં લેવાયા હોવા છતાં ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓના માનસમાંથી હજુ પણ ખાખીનો રોફ જતો નથી, રવિવારે રાત્રે ક્રાઇમ બ્રાંચના પોલીસમેને તેના સાત મિત્ર સાથે ઇંડાંની લારીએ નાસ્તો કર્યા બાદ ઇંડાંની લારીના સંચાલકે પૈસા માગતાં મફતમાં ખાવા ટેવાયેલા આ પોલીસમેને મિત્રો સાથે મળી લારી સંચાલકના 12 વર્ષના પુત્રને 14 ધોકા ફટકાર્યા હતા અને લારી સંચાલકની પણ બેરહેમીથી ધોલાઇ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.